લદાખમાં ફરજ બજાવતા આર્મી જવાનોને ગુજરાત યુનિવર્સિટી આપશે હેબીટાટ

| Updated: December 29, 2021 8:48 pm

ગુજરાત યુનિવર્સિટીએ લદાખમાં ફરજ બજાવતા આર્મી જવાનો માટે હેબીટાટ બનાવ્યું છે.હેબીટાટ દ્વારા આર્મી જવાનોને -૪૦ થી -૬૦ ડીગ્રી સુધીમાં રક્ષણ મળશે.1 વર્ષ અગાઉ એક ડેમો આપવામાં આવ્યો હતો જેમાં જરૂરી સુધારા વધારા કરીને નવું હેબીટાટ તૈયાર કરવામાં આવ્યું છે.

વિગતો એવી છે કે ગુજરાત યુનિવર્સિટી અને ઇન્ડીયન આર્મી વચ્ચે MOU થયા છે જે અંતર્ગત યુનિવર્સિટીએ ગત વર્ષે એક હેબીટાટ તૈયાર કરીને આપ્યું હતું જેને પુણેની કોલેજ ઓફ મિલેટ્રી એન્ડ એન્જીન્યરીંગ દ્વારા એડોર્સમેન્ટ કરવામાં આવ્યું હતું જેથી હવે સુધારા સાથે ફાઈનલ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે જે અત્યારે ગુજરાત યુનિવર્સિટી ખાતે ડિસ્પ્લેમાં મુકવામાં આવી છે.

યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ હેબીટાટ 10 મહિનાની મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યું છે.6 મહિના જેટલો સમય વેલિડેશન માટે થયો હતો.હેબીટાટ ખુબ જ મજબુત છે જે 6 ફૂટ સુધીના બરફમાં રક્ષણ આપશે જેમાં હિટીંગ,વોટર પ્રુફીંગ અને સંચાર વ્યવ્હારની પ્રક્રિયા થઇ શકે તેવી તમામ સુવિધાઓ એક જ ટેન્ટમાં મળશે.જ્યાં શ્વાસ લેવામાં તકલીફ હશે ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ તૈયાર કરેલ હેબીટાટ રક્ષણ આપશે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશું પંડ્યાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની મહેનતના કારણે સફળતા મળી છે.તમામ લોકોએ સાથે મળીને 10 મહિના મહેનત કરી જેનું પરિણામ મળ્યું છે.હજુ આવી અનેક પ્રોડક્ટ તૈયાર કરવામાં આવશે..હેબીટાટમાં સોલર ઉર્જા મળી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Your email address will not be published.