ઉત્તરાયણ 2022: ભૂપેન્દ્ર પટેલનો પતંગ ચગ્યો અને રુપાણીનો કપાયો

| Updated: January 14, 2022 5:44 pm

ગુજરાતના બે દિગ્ગજ નેતાઓના પતંગ આ વખતની ઉત્તરાયણમાં ચર્ચામાં રહ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે બે ઠુમકામાં જ પોતાનો પતંગ રગાવી બતાવ્યો હતો અને વિજય રુપાણીએ ઢીલ આપી આપી પતંગ ચગાવ્યો હતો.

અમદાવાદના નારાયણપુરામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમના ભાઈના ઘરે ઉત્તરાયણ ઉજવવા માટે પહોંચ્યા હતા. તો બીજી બાજુ વિજય રુપાણી રાજકોટમાં પરિવાર સાથે પતંગ ચગાવી રહ્યા હતા. ત્યારે સીએમ સાહેબે બે ઠુમકામાં જ પતંગને આસમાને પહોંચાડી દીધો હતો. તેઓ પતંગ ચગાવતી વખતે ઘણા લોકો સાથે પેચ લડાવ્યા હતા અને પતંગ પણ કાપયા હતા. તો રાજકોટમાં વિજય રુપાણીએ ભારે મહેનત બાદ પોતાનો પતંગ આસમાને પહોંચાડ્યો હતો.

ભૂપેન્દ્ર પટેલ આજે ઉત્તરાયણના પર્વ નિમિતે અમદાવાદ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. તેઓએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા અને ગાયનું પૂજન કરી નિરણ ખવડાવી હતી. આ દરમિયાન તેમણે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું. આ સાથે ઉત્તરાયણના પર્વને લઈ સીએમએ આસપાના તમામ ગરીબ લોકોને મીઠાઈ આપી હતી.

Your email address will not be published.