ગુજરાતની પ્રથમ સ્નો રનર બે યુવાન પુત્રીઓની માતા છે

| Updated: April 29, 2022 10:00 am

Tripti Nath

હિમાચલ પ્રદેશના લાહૌલ ખીણનાં સિસુમાં તાજેતરમાં યોજાયેલી સ્નો મેરેથોનમાં દક્ષિણ ગુજરાતના વાપીની 46 વર્ષીય મહિલા તનુજા સુનિલમુંગરવાડીએ 70 મિનિટમાં પાંચ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ભારતની પ્રથમ સ્નો મેરેથોનમાં ભાગ લેનારા દેશભરનાં મેરેથોન રનરમાં તનુજા એકમાત્ર એવી રનર હતી જેણે શૂન્યથી નીચેના તાપમાનમાં 10,500 ફૂટની ઊંચાઈએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બે બાળકોની માતા તનુજા 2013થી ગુજરાતમાં પાંચ અને 10 કિલોમીટરની મેરેથોનમાં ભાગ લે છે.

મેરેથોન દોડ માટે 3500 કિલોમીટર રાઉન્ડ ટ્રીપ કરવાનાં અનોખા અનુભવ ઉપરાંત તનુજા હિમાચલ પ્રદેશના કૈસમાં એક કુટીરના ફ્રેન્ચ માલિક ઉપરાંત હમીરપુર જિલ્લાની તેની ટ્રેનની કો-પેસેન્જર આકૃતિ શર્મા સાથે વિશ્વવિખ્યાત ગુજરાતી નાસ્તો ખાખરા શેર કરવાની મજાની યાદો સાથે ઘરે પરત ફરી હતી. મારી પાસેથી ખાખરાનું એક પેકેટ મેળવીને ફ્રેન્ચમેન વિલિયમ ટોફોલોન ખુશ થયા હતા. ભરૂચ જિલ્લામાં રહેતી આકૃતિએ જણાવ્યું હતું કે, તેણે ક્યારેય આવા ટેસ્ટી ખાખરા ખાધા નથી.

કન્ટેન્ટ રાઇટર તનુજાએ પહેલીવાર સ્નો મેરેથોનમાં ભાગ લીધો હતો. કુલ્લુ જિલ્લાના કૈસ ગામ (પ્રખ્યાત વન્યજીવન અભયારણ્યની નજીક) ની મુલાકાત લેતી વખતે અનુજાએ તેના વિશે સાંભળ્યું હતું. અનુજાએ કહ્યું કે હું કોલ્હાપુર, મુંબઈ અને પુણેના મિત્રો સાથે કૈસની આસપાસના વિસ્તારોમાં ટ્રેકિંગ કરી રહી હતી ત્યારે મને મારા મિત્ર વિશાલ ગુડુલકર પાસેથી તેના વિશે જાણવા મળ્યું, જેઓ સ્નો મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર હતા. વિશાલ કોલ્હાપુરનાં અલ્ટ્રા રનર છે. મારે વધુ કોઇ પ્રોત્સાહનની જરુર હતી નહીં કારણ કે હું ઊંચાઈ પર દોડવાના પડકાર ઝીલવા મારી જાતને રોકી શકી નહીં.

તનુજા આનંદી અને મિલનસાર છે. હિમાચલ પ્રદેશમાં દસ દિવસ સુધી ટ્રેકિંગ કર્યા પછી એપ્રિલમાં ગુજરાત પાછાં આવ્યાં બાદ તે પારિવારિક લગ્નમાં હાજરી આપવા કર્ણાટકનાં હુબલી જવા રવાના થયાં હતા. તનુજા કહે છે કે હું ઘણો પ્રવાસ કરું છું. હું શાબ્દિક રીતે મારું જીવન એક સુટકેસમાં જીવી રહી છું. મારા પતિ એક મલ્ટિ-નેશનલ કંપનીમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છે અને વર્કહોલિક છે,જે તેમનાં દિવસની શરૂઆત સવારે આઠ વાગ્યાથી કરે છે. ઉમરગાંવમાં આવેલી તેમની ઓફિસ વાપીથી એક કલાકના અંતરે છે.તેમણે તેમનાં કામ સાથે સંપૂર્ણ લગ્ન કરી લીધા છે. હું તેમની બીજી પત્ની છું તેમ તનુજા  હસતાં હસતાં કહે છે.તનુજાની પુત્રીઓ તેમની કેરિયર અને જોબમાં વ્યસ્ત છે.

સ્નો મેરેથોનમાં ભાગ લેવાની વાત તનુજાએ પતિથી છુપાવી હતી.તનુજા કહે છે કે, હું તેમને સરપ્રાઈઝ આપવા માગતી હતી જોકે મેં મારી દીકરીઓને જાણ કરી હતી. મારી જેમ મારી નાની દીકરી પણ સોલો એક્સપ્લોરર છે.તેમને મારા પર ખૂબ ગર્વ છે તેમ તનુજા કહે છે.

 તનુજાની વાપીનાં આરામદાયક ઘરથી લાહૌલ સુધીની સફર પ્રેરણાદાયક છે. 18 માર્ચના રોજ વાપીથી પશ્ચિમ એક્સપ્રેસમાં બેસીને 1458 કિ.મી.નું અંતર કાપીને 26 કલાકની લાંબી મુસાફરી બાદ તે ચંદીગઢ પહોંચી હતી. ચંદીગઢ રેલવે સ્ટેશન પર ઉતર્યા બાદ સ્ટેશનના વેઇટિંગ રૂમમાં બે કલાક આરામ કર્યો. ચંદીગઢના દક્ષિણ સેક્ટરથી કુલ્લુ જવા માટે રાતે જ બસ પકડી. બસમાં 265 કિ.મી.નું અંતર કાપતાં લગભગ નવ કલાક લાગે છે.

બીજા દિવસે એટલે કે 20 માર્ચે સવારે 6.30 વાગ્યે કુલ્લુ પહોંચ્યા બાદ સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી કૈસ જવા માટે બસ પકડી. કૈસમાં હોમસ્ટે શોધવામાં થોડો સમય લાગ્યો.તનુજા કહે છે કે મારે સર્વશક્તિમાનનો આભાર માનવો જોઇએ કે મારામાં ઘણી સહનશક્તિ અને ઉત્સાહ છે. મેં કૈસથી સિસુ જવા માટે બસ પકડી અને મેરેથોનના 48 કલાક પહેલા ત્યાં પહોંચી ગઇ.

પોતાના અનુભવને યાદ કરતા તનુજાએ જણાવ્યું હતું કે, હું 26 માર્ચના રોજ મેરેથોનના દિવસે સિસુના સ્ટાર્ટિંગ પોઇન્ટ સુધી સમયસર પહોંચી ગઇ હતી.આગલા દિવસે મેડિકલ ટેસ્ટ દરમિયાન મારું બ્લડપ્રેશર થોડું વધારે હતું. મારી પાસે મારા બ્લડ પ્રેશરને ચેક કરવાનો સમય હતો. મેં મારું લેબલ પકડ્યું અને દોડવાનું શરૂ કર્યું કારણ કે ત્યાં પહોંચ્યાની થોડી મિનિટોમાં મેરેથોનને શરુ થઇ હતી. મેરેથોન પહેલાં મેં નવશેકું પાણી અને ડ્રાયફ્રૂટ્સ લીધા. હું નસીબદાર હતી કે દોડવામાં મુશ્કેલી ના પડી કેમકે મેં કેટલાક ટ્રાયલ રન કર્યા હતા. મેરેથોન પૂરી કર્યા પછી હું કૈસ ગામ પાછી ગઇ અને 1 એપ્રિલે વાપી પાછા ફરતા પહેલા કેટલાક દિવસો મનાલીમાં રહી.

તનુજાએ તેના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્નો મેરેથોનના વીડિયો મૂક્યા જેને ફ્રેન્ડઝે બિરદાવ્યા હતા. દક્ષિણ ભારતના કર્ણાટકના બેલગામમાં જન્મેલી તનુજા સંકેશ્વરમાં ઉછરી હતી. તેને યાદ છે કે તે સ્કૂલમાં જેવેલિન, ડિસ્કસ થ્રો, ખો ખો નામની પરંપરાગત ભારતીય ગેમ્સ સારી રીતે રમતી હતી. કદાચ આ ફિટનેસે જ તેને વિષમ વાતાવરણમાં દોડવામાં મદદ કરી હતી.

મહિલાઓને તનુજાનો મેસેજ એ છે કે પ્રવાસ માટે મર્યાદાઓ અને અવરોધોને દૂર કરવા જોઈએ. તેમણે ચાન્સ લેવો જોઇએ અને પોતાની ઇચ્છા પુરી કરવા માટે ઘરેલું જવાબદારીઓની બેડીઓ તોડવી જોઈએ. જીવન ઘણું ટૂંકું છે. વ્યક્તિએ ફરવું જોઇએ,અનુભવ લેવો જોઇએ અને નવું નવું જાણવું જોઇએ.

Your email address will not be published.