ગુજરાતની પંજાબ સામે અવિસ્મરણીય જીત, છેલ્લા 2 બોલમાં રાહુલ તેવટિયાએ 2 છગ્ગા ફટકાર્યા

| Updated: April 9, 2022 12:53 am

IPL 2022ની 16મી મેચમાં ગુજરાત ટાઇટન્સે (GT) 6 વિકેટથી પંજાબ કિંગ્સ (PBKS)ને હરાવ્યું છે. GT સામે 190 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમના બેટર રાહુલ તેવટિયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ ફટકારી ચેઝ કરી લીધો છે. આ મેચમાં શુભમન ગિલે સૌથી વધુ 96 રન કર્યા હતા.

આની પહેલા ટોસ હાર્યા પછી બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે 9 વિકેટે 189 રન કર્યા હતા. જેમાં લિયમ લિવિંગસ્ટોન (64) પંજાબ ટીમનો સૌથી વધુ રનનો સ્કોરર રહ્યો હતો. તે જ સમયે શિખર ધવને 35 રન કર્યા હતા. જ્યારે GTના રાશિદ ખાને 3 વિકેટ લીધી હતી.
ગુજરાત ટાઇટન્સને છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી. આ દરમિયાન ક્રિઝ પર હાર્દિક પંડ્યા અને ડેવિડ મિલર બેટિંગ કરી રહ્યા હતા અને બોલિંગની જવાબદારી પંજાબના ઓડિન સ્મિથે સંભાળી હતી.

IPL 2022ની 16મી મેચમાં ગુજરાત ટાઇટન્સે (GT) 6 વિકેટથી પંજાબ કિંગ્સ (PBKS)ને હરાવ્યું છે. GT સામે 190 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમના બેટર રાહુલ તેવટિયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ ફટકારી ચેઝ કરી લીધો છે. આ મેચમાં શુભમન ગિલે સૌથી વધુ 96 રન કર્યા હતા.

આની પહેલા ટોસ હાર્યા પછી બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે 9 વિકેટે 189 રન કર્યા હતા. જેમાં લિયમ લિવિંગસ્ટોન (64) પંજાબ ટીમનો સૌથી વધુ રનનો સ્કોરર રહ્યો હતો. તે જ સમયે શિખર ધવને 35 રન કર્યા હતા. જ્યારે GTના રાશિદ ખાને 3 વિકેટ લીધી હતી.ગુજરાત ટાઇટન્સને છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી. આ દરમિયાન ક્રિઝ પર હાર્દિક પંડ્યા અને ડેવિડ મિલર બેટિંગ કરી રહ્યા હતા અને બોલિંગની જવાબદારી પંજાબના ઓડિન સ્મિથે સંભાળી હતી.ગુજરાતના ઓપનર શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા 59 બોલમાં 96 રન કર્યા હતા.
આ ટૂર્નામેન્ટમાં આ તેની સતત બીજી ફિફ્ટી હતી. જોકે આ મેચમાં ગિલ સદી ફટકારી શક્યો નહોતો, પરંતુ આઈપીએલમાં આ તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે.
છેલ્લી મેચમાં તેણે દિલ્હી કેપિટલ્સ સામે 84 રન કર્યા હતા.ટાર્ગેટ ચેઝ કરતા ગુજરાતે પહેલી 6 ઓવરમાં 1 વિકેટના નુકસાને 53 રન કર્યા હતા. જેના પાવર પ્લેમાં ટીમે 9 ચોગ્ગા ફટકાર્યા તથા એકમાત્ર વિકેટ મેથ્યુ વેડ (6)ની ગુમાવી હતી. ઉલ્લેખનીય છે કે શુભમન ગિલ અને મેથ્યુ વેડે પહેલી વિકેટ માટે 20 બોલમાં 32 રન જોડ્યા હતા.IPLમાં ડેબ્યૂ કરી રહેલા ગુજરાતના યુવા ફાસ્ટ બોલર દર્શન નલકાંડેએ સતત 2 બોલમાં 2 વિકેટ ઝડપી હતી. 13મી ઓવરમાં તેણે જીતેશ શર્મા (23)ને આઉટ કર્યો હતો. આગળના બોલ પર ઓડિન સ્મિથે પણ લોફ્ટેડ શોટ મારવા જતા પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. આ બંને કેચ શુભમન ગીલે લોંગ ઓફ પર કર્યા હતા. જોકે, દર્શન હેટ્રિક પૂરી કરી શક્યો નહોતો.

Your email address will not be published.