GUVNL: રૂ.10,000થી વધારે બિલ વાળા ગ્રાહકો માટે ઓનલાઈન પેમેન્ટ ફરજિયાત

| Updated: August 3, 2022 1:13 pm

રાજ્ય સંચાલિત પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ (Discoms) એ રૂ. 10,000 કે તેથી વધુના પાવર બિલ ધરાવતા ગ્રાહકો માટે ઓનલાઈન પેમેન્ટ કરવાનું ફરજિયાત બનાવવાનો નિર્ણય કર્યો છે. GUVNLના CFO અને GM (ફાઇનાન્સ) શુભદીપ સેને જણાવ્યું હતું કે, “બિલ કલેક્શન સિસ્ટમને સરળ અને રોકડ મુક્ત બનાવવાનો વિચાર છે. 10,000 રૂપિયાથી વધુની બિલ ચૂકવણી હવે ફરજિયાત છે અને ટૂંક સમયમાં અમે સિસ્ટમને સંપૂર્ણ રીતે ડિજિટલ કરવા માટે આવા વધુ નિર્ણયો લઈશું.”

તેમણે આગળ કહ્યું કે, આગામી મહિનાઓમાં પાવર કંપનીઓ રૂ. 10,000 કરતાં પણ ઓછી રકમની ચુકવણી માટે ઓનલાઈન મોડ પર સ્વિચ કરી શકે છે. તેઓ બિલ કલેક્શન સિસ્ટમને સરળ અને રોકડ મુક્ત બનાવવાનો વિચાર છે

સેને જણાવ્યું કે, મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) એ ઉચ્ચ ટેન્શન અને લો ટેન્શન કનેક્શન ધરાવતા ગ્રાહકો સહિત તમામ ઉદ્યોગો માટે તેમના વીજ બીલ ઓનલાઈન ચૂકવવાનું ફરજિયાત બનાવ્યું છે. MGVCL નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, જે ગ્રાહકોનું એનર્જી બિલ રૂ. 10,000થી વધુ છે તેમની ચૂકવણી 22 ઓગસ્ટથી વૉલેટ્સ, ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ, UPI અને RTGS અથવા NEFT જેવા ઓનલાઈન મોડ મારફતે કરવાની જરૂર છે.

તેમણે આગળ કહ્યું કે, હવે ઓનલાઈન પેમેન્ટ્સ માટે સુવિધા ફી અને ઈ-વોલેટ્સ અથવા નેટ બેંકિંગ માટે પણ કોઈ ઓનલાઈન પેમેન્ટ ચાર્જ નથી. હાલમાં, Discoms તેમના લગભગ 60% બિલ ડિજિટલ રીતે એકત્રિત કરે છે જ્યારે બાકીના રોકડમાં હોય છે. આગામી મહિનાઓમાં ડિજિટલ પેમેન્ટ્સ કુલ કલેક્શનના 90%ને વટાવી જવાની શક્યતા છે.

આ પણ વાંચો: પહેલી જુલાઇથી કાર્ડ- ટોકનાઇઝેશનના અમલથી ક્રેડિટ-ડેબિટ કાર્ડની ટ્રાન્ઝેક્શન પદ્ધતિ બદલાશે

Your email address will not be published.