પીએમના રોડ શો દરમિયાન ડફનાળાથી ઘર તરફ જવા યુવકે પ્રયાસો કરતા પોલીસે ધરપકડ કરી

| Updated: April 20, 2022 8:40 pm

બાઇક ચાલક અને પોલીસકર્મીઓ વચ્ચે તે તરફ જવા બાબતે ઘર્ષણ થયુ હતુ

અમદાવાદ,
ભારતના વડા પ્રધાન અને મોરેશિયસના વડા પ્રધાન સહિતના મહાનુભાવો ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન એરપોર્ટથી ઇન્દિરાબ્રીજ તરફ રોડ શોનું આયોજન હોવાથી શાહિબાગ ડફનાળાથી જ રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેને લઇને એક બાઇક ચાલકને એરપોર્ટ તરફ જવું હોવાથી પોલીસે તેને જવા દીધો ન હતો. પોલીસ અને યુવક વચ્ચે ઘર્ષણ થયું હતુ. આ અંગે શાહિબાગ પોલીસે યુવકની ધરપકડ કરી ગુનો નોધ્યો હતો.


શાહીબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ડફનાળા ચાર રસ્તા ખાતે વિવિઆઈપી બંદોબસ્તમાં હાજર હતો. દેશના પીએમ મોદી અને અન્ય મહાનુંભાવો ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જેને લઇને કાર્યક્રમ સ્થળો તથા રોડ શો સહિતના અનેક આયોજનો હતા. જેને લઇને પોલીસે પીએમ પસાર થવાના હોય તે રસ્તા પર ડાઇવર્ઝન આપ્યા હતા. દરમિયાનમાં ડફનાળાથી એરપોર્ટ તરફ જવાનો રોડ બંધ કરવામાં આવ્યો હતો. એક બાઇક ચાલક રોંગ સાઇડમાં પોતાનું બાઇક એરપોર્ટ તરફ લઇ જતો હતો તે જોઇને પોલીસકર્મીઓએ તેને રોકી લીધો હતો. આ દરમિયાન બાઇક ચાલક અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતુ. પોલીસે બળવાપરી બાઇક ચાલકને પકડી પાડ્યો હતો. તેને જવા માટે વધુ આગ્રહ કરતા તેની ધરપકડ કરવામા આવી હતી. બાઇક ચાલક ઘનશ્યામ પટેલ અને તે સરદારનગર રહેતો હોવાનું બહાર આવ્યું હતુ જોકે તેને ઘરે જવું હોવાથી તે તે તરફ જવા માંગતો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ. આ અંગે પોલીસે ગુનો નોધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.