ગ્રીષ્માના હત્યારાને ફાંસી મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું સરકારે વચન પૂરું કર્યું, કાલે પરિવારને મળશે

|ગાંધીનગર | Updated: May 5, 2022 1:59 pm

ગાંધીનગર: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે ગ્રીષ્મા કેસ મુદ્દે કહ્યું હતું કે, હું ગ્રીષ્માને શ્રદ્ધાંજલી આપુ છું. તેમના પરિવારને આપેલું વચન આજે પૂરું થયું છે અને આરોપીને ફાંસીની સજા મળી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,તેઓ પોતાના બધાં કાર્યક્રમ રદ્દ કરી સુરત ગ્રીષ્માના પરિવારને મળશે.

મીડિયાને સંબોધન કરતાં તેમણે કહ્યું કે, ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી અમારી સરકાર જે વચન આપે તે પૂરું પણ કરે છે. આપણું રાજ્ય સુરક્ષિત છે. એમના પરિવાર ને જ્યારે મળવાનુ થયું હતું ત્યારે મેં વચન આપ્યું હતું કે હું તેના હત્યારા ને સજા અપાવીશ.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ઘટના બનવાના ૭૦ દિવસમાં જ હત્યારાને ફાંસીની સજા મળી છે. ગુજરાત પ્રથમ રાજ્ય છે જેણે અનેક કેસોમાં ગણતરીના દિવસોમાં આરોપીઓને સજા અપાવી છે. રાજ્ય સરકારે આ માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે, રાજ્ય સરકાર દ્ઢ નિશ્ચય સાથે આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ફાંસીની સજા આપવામાં સફળ થઈ છે. આ ચુકાદાનો ભય ભવિષ્યમાં કોઈપણ આવા ગુનામાં છૂટવાના ચાન્સ રાખશે નહિ.

ગ્રીષ્માંના માતાપિતાને ન્યાય મળ્યો છે અને સરકારે વચન પૂરું કર્યું છે. આવનાર દિવસોમાં અમે હાઈકોર્ટમાં વકીલ રોકીશું અને ન્યાય મળે તેનું ખાસ ધ્યાન રાખીશું. હું તેના માતાપિતાને આવતી કાલે સવારે તેમનાં નિવાસસ્થાને વંદન કરવા જવાનો છું.

આ ઘટના એક તરફી પ્રેમમાં હત્યા કરવામાં આવી હતી. જેમાં પોલીસે ફેનીલને ઘટના સ્થળેથી પકડી લીધો હતો. આ ઘટના બાદ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, જેમાં લોકોએ એમની લાગણી અમારી સમક્ષ રજૂ કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા આદેશો અપાયા હતા. ગૃહ વિભાગ દ્વારા યોગ્ય અધિકારીને મૂકી પરિવારને ન્યાય આપવાની ખાત્રી આપવામાં આવી હતી. SIT દ્વારા પુરાવાઓ એકત્રિત કરી, માત્ર પાંચ દિવસમાં ૨૫૦૦ પાનાંની ચાર્જશીટ બનાવી હતી અને ન્યાય માટેની પેરવી કરવામાં આવી હતી.

Your email address will not be published.