શું કેટરિના કૈફનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું છે?

| Updated: August 4, 2022 6:01 pm

કેટરિના કૈફ ટાઈગર 3ની રિલીઝની રાહ જોઇ રહી છે.જ્યારે વિકી કૌશલ લક્ષ્મણ ઉતેકરની આગામી ફિલ્મમાં સારા અલી ખાન સાથે જોવા મળશે.

કેટરિના કૈફે ગુરુવાર, ઑગસ્ટ 4ના રોજ ઇન્સ્ટાગ્રામ પર તેનું ડિસ્પ્લે નામ બદલીને કેમેડિયા મોડરેટેઝ કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે અને અફવા ફેલાવી છે કે તેનું એકાઉન્ટ હેક થયું છે.શુ ખરેખર તેનું એકાઉન્ટ હેક થયું છે કે પછી તેણે પોતાની જાતે બદલયું છે.

કેટલાંક તેના ફેન્સએ ટ્વિટર પર તેના એકાઉન્ટના સ્ક્રીનશોટ શેર કરવાનું શરૂ કર્યું અને દાવો કર્યો કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું એકાઉન્ટ કદાચ હેક થયું છે.

જો કે, કેટરિનાએ આવી તમામ અટકળોને વિરામ આપતા ઝડપથી પોતાનું નામ બદલીને કેટરિના કૈફ કરી દીધું.જે બાદ કોમેન્ટ થવાનું રોકાયું હતું

વર્ક ફ્રન્ટ પર, વિકી આગામી સમયમાં સારા અલી ખાન સાથે લક્ષ્મણ ઉતેકરની આગામી ફિલ્મમાં જોવા મળશે. બીજી તરફ કેટરીના સલમાન ખાન સાથે ‘ટાઈગર 3’માં કામ જોવા મળશે.ચાહકોની સાથે કેટરીના ખુદ આ ફિલ્મની રાહ જોઇ રહી છે.

Your email address will not be published.