ધનસુરામાં વીજળીના કડાકા ભડાકા સાથે એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો

| Updated: August 4, 2022 8:10 pm

ધનસુરામાં વીજળીના કડાકા ભડાકા સાથે એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્તા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયો હતો. બપોર બાદ અરવલ્લીમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ ભિલોડા, મોડાસા, બાયડ, મેઘરજ અને માલપુર પંથકમાં પણ વરસાદ થયો હતો, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

મેઘરજ પંથકમાં પણ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી દિવસોમાં હજુ વરસાદનો વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે.

ધનસુરા વરસેલા ભારે વરસાદને પગલે જવાહર બજાર,એસટી સ્ટેશન, ચાર રસ્તા હાઈવે, પરબડી ચોક ,વડાગામ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. હાઈવે ઉપર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો પણ પરેશાન થયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકીઓ ભોગવવી પડી હતી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી શનિ અને રવિવારના દિવસે ભારે વરસાદ વરસી શકે છે જેના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. કચ્છ-બનાસકાંઠા-પાટણ-મહેસાણા-ગાંધીનગર-અરવલ્લી-સુરેન્દ્રનગર-મોરબીમાં ઓરેન્જ જ્યારે જામનગર-રાજકોટ-બોટા-અમદાવાદ-ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. રવિવારે અનેક જિલ્લામાં વરસાદનું જોર વધી શકે છે. કચ્છમાં શનિવારે રેડ, બનાસકાંઠા-પાટણ-મહેસાણા-મોરબી-જામનગર-સુરેન્દ્રનગર-દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ જાહેર કરાયું છે.

Your email address will not be published.