બેંગલુરુમાં ભારે વરસાદને પગલે બિહાર અને ઉત્તર પ્રદેશના 2 મજૂરોના મોત

| Updated: May 18, 2022 5:09 pm

બેંગ્લોરમાં ભારે વરસાદને કારણે બે લોકોના મોત થયા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (મોન્સૂન) સક્રિય થયા પછી કર્ણાટકમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે બેંગલુરુ શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયું હતું અને પાવર આઉટ થયો હતો. હવામાન વિભાગે આગામી 4-5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરતા ગ્રામીણ અને શહેરી બેંગલુરુના ઘણા ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

વરસાદમાં માર્યા ગયેલા બંને લોકો ઉલ્લાલ ઉપનગરમાં મજૂરી કામ કરતા હતા. અધિકારીઓએ જણાવ્યું કે પાઇપલાઇનના કામના સ્થળે બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા, જેમાં એક બિહારનો અને બીજો ઉત્તર પ્રદેશનો હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “મૃતકોની ઓળખ બિહારના દેવ ભરત અને ઉત્તર પ્રદેશના અંકિત કુમાર તરીકે કરવામાં આવી છે. મંગળવારે સાંજે લગભગ 5 વાગ્યે વરસાદ વધુ તીવ્ર બન્યો હતો. મજૂરો સ્થળ પર હતા અને સાંજે 7 વાગ્યાની આસપાસ પાણીનું સ્તર વધ્યું હતું.

અહેવાલો અનુસાર, શહેરમાં 155 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો, જે સાંજે શરૂ થયો હતો અને મોડી રાત્રે તીવ્ર બન્યો હતો. ઘણા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકો અને વાહનોની અવરજવર ભારે મુશકેલી પણ થઈ હતી.

છેલ્લા પાંચ વર્ષથી શહેરના કેઆર પુરમ અંડરપાસનો ઉપયોગ અવર-જવર માટે કરી રહેલા સ્થાનિક બૅન્કના કર્મચારી ગ્રેસ ડિસોઝાએ જણાવ્યું હતું કે, “અમારા માટે અવરજવર કરવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે. દર વર્ષે પરિસ્થિતિ એવી જ બનતી જાય છે.”

તે જ સમયે મેટ્રો સેવાઓ પણ થોડા સમય માટે પ્રભાવિત થઈ હતી કારણ કે વાવાઝોડાને કારણે પાવર ફેલ થયું હતું. જેથી મેટ્રોને ગ્રીન લાઇન પર રોકવી પડી હતી. જેપી નગર, જયનગર, લાલબાગ, ચિકપેટ, મેજેસ્ટીક, મલ્લેશ્વરમ, રાજાજીનગર, યશવંતપુર, એમજી રોડ, કબ્બન પાર્ક, વિજયનગર, રાજરાજેશ્વરી નગર, કેંગેરી, મગડી રોડ અને મૈસુર રોડ વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.

Your email address will not be published.