વાદળો સાથે વાતો કરતો ગિરનાર, વહેતા ઝરણાનો અદભુત નજારો, પ્રવાસીઓ ઊમટી પડ્યા

| Updated: July 2, 2022 2:37 pm

ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા મનમુકી વરસી રહ્યા છે. જેમાં આણંદ, સુરત અને વડોદરામાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. ત્યારે ગિરનાર પર્વત પર વરસાદી માહોલ જામતા અદ્દભૂત નજારો જોવા મળી રહ્યો છે. સતત વરસી રહેલા મેઘરાજાને પગલે પગથિયાં પર વરસાદી પાણી વહેતું જોવા મળી રહ્યું છે. હાલ વરસાદને લઈ રોપ વે પણ બંધ રાખવામાં આવ્યા છે.

ગિરનાર પર્વતના સાંનિધ્યમાં આવેલા ભવનાથના જંગલ વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. એને પગલે જંગલ વિસ્તાર અને પાસે આવેલો વિલિંગન ડેમ પર વરસાદી વાદળો છવાઈ ગયાનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. ડેમ સાઈટ અને એની આસપાસના જંગલ વિસ્તારમાં લીલોતરી સોળે કળાએ ખીલી ઊઠતાં આકાશમાંથી વાદળો પર લીલોતરી સાથે વાતો કરતા હોય એવો અદભુત કુદરતી સૌંદર્યનો નજારો જોવા મળી રહ્યો છે. આ નજારાને જોવા માટે મોટી સંખ્યામાં નગરજનો અને પર્યટકો ડેમની સાઈટ પર પહોંચ્યા હતા.

ગત ગિરનારમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે ગિરનાર જંગલ વિસ્તારમાં કુદરતી સૌંદર્યનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. વરસાદને પગલે પ્રવાસીઓએ પણ મોજ માણી રહ્યા છે. ગિરનાર પર્વતનાં પગથિયાં પરથી વરસાદી પાણીનાં ઝરણાં વહેવા લાગ્યાં હતાં, જેનો લહાવો પ્રવાસીઓ ઉઠાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી સુરત અને વડોદરામાં મેઘરાજા મનમુકી વરસી રહ્યા છે. ગુરુવાર મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્તા તમામ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે જેના કારણે વાહન ચાલકોમાં ભારે હાલાકી પણ જોવા મળી હતી.

Your email address will not be published.