સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

| Updated: June 19, 2022 6:00 pm

રાજયના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે સુરતમાં આજે વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમીથી રાહત મળી છે. બીજી બાજુ અમરેલીના જાફરાબાદમાં પણ વરસાદ શરુ થયો છે. અમરેલીના બાબરકોટ, વઢેરા, કડિયાળી અને નાગેશ્રીમાં પણ આજે વરસાદ વરસ્યો છે. એ સિવાય હેમાળ અને ટીમ્બી સહિત સમગ્ર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આ સિવાય અમરેલીના વિવિધ વિસ્તારોમાં પણ આજે વરસાદ વરસ્યો હતો.

વલસાડમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વાપી અને તેની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો હતો. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો જેમાં વિસાવદરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેડૂતોએ પણ વાવણી કરી હોવાથી વરસાદના કારણે હાશકારો જોવા મળી રહ્યો છે.

ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને લઈ તમામ રોડ પર પાણી ફરી વળ્યા હતા. તો બીજી બાજુ હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 25 જૂનથી રાજયના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપી છે.

Your email address will not be published.