અમદાવાદમાં વસ્ત્રાપુર જજીઝ બંગ્લોઝ પાસે હિટ એન્ડ રનની ઘટના: કાર ચાલક બાઇક સવારને ટક્કર મારી ફરાર

| Updated: October 13, 2021 12:13 pm

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં જજીઝ બંગ્લોઝ પાસે આવેલા સિંહ સર્કલ પાસે પુરપાટ ઝડપે આવતી એક કાર ચાલકે બાઇક પર જઈ રહેલા બે યુવકોને ટક્કર મારતા બંને યુવકો હવામાં ફંગોળાઈ ગયા હતા. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં એ ડીવીઝન પોલીસ ઘટના સ્થળે પોહચી બંને યુવકોને સારવાર અર્થે સાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર ઈજાઓ પોહચી છે હાલ પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ કરતા કાર યુવતી ચલાવતી હોવાનું સામે આવ્યું છે.

ગઈકાલે મોડી રાત્રે જજીઝ બગલોઝ રોડ પર એક બાઇક પર બે યુવાનો પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવતી એસ કોર્સ કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી જેથી બાઈક પર રહેલા બંને યુવકો હવામાં ફંગોળાઈ ગયા હતા અને નીચે પટકાયા હતા.

અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ડિવાઈડર પાસે ઘુસી ગઈ હતી. અકસ્માત થતા કારમાં સવાર યુવક અને યુવતી કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. અકસ્માતની જાણ રાહદારીઓ પોલીસને કરતા એ ડીવીઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પોહચી અકસ્માતમાં ઇજા પામેલા બંને યુવકોને સાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી કારના નંબરના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સાથે જ અકસ્માત નજરે જોનાર લોકોએ પોલીસને જણાવ્યું હતું કે કાર યુવતી ચલાવતી હતી અને અકસ્માત થતા યુવતી અને યુવક કાર છોડીને ફરાર થઈ ગયા હતા.

કોરોના કાળ પછી આ વખતે કોરોનાનાં કેસ ઘટતા શેરી ગરબાની છૂટ મળી છે એટલું જ નહીં કરફ્યુ મર્યાદા ઘટાડીને 12 વાગ્યાનો સમય કરવામાં આવ્યો છે. જોકે કરફ્યુના નિયમ માત્ર ચોપડે જ રહ્યા હોય તેમ સાબિત થઈ રહ્યું છે. નવરંગપુરા વિસ્તરમાં પીજીમાં રહેતા મૂળ પોરબંદરના 20 વર્ષીય ભવ્ય રાયચુરા અમદાવાદમાં સીએનો અભ્યાસ કરે છે.

ભવ્ય અહીંયા પીજીમાં રહેતો હોવાથી તેના મિત્ર અભિજીત અન્ય મિત્રો સાથે સીધું ભવન ખાતે અર્બન ચોક પાસે ગરબા જોવા માટે ગયા હતા. રાતના 12.30 વાગ્યાના અરસામાં પરત ફરી રહ્યા હતાં. આ દરમિયાન ભવ્ય બુલેટ ચલાવતો હતો અને તેની પાછળ એનો મિત્ર બેઠો હતો. તેઓ બાઇક પર ગુરુદવારાથી એનએફડી સર્કલ સંજીવની હોસ્પિટલના રોડ પર હતા. આ સમયે સર્કલ પર જજીસ બગલો તરફથી ફૂલ સ્પીડે આવતી કારે ભવયની બાઇક સાથે અકસ્માત કર્યો હતો.

આ અકસ્માતમાં ભવ્ય અને તેનો મિત્ર ફંગોળાયા હતા અને નીચે પટકાયા હતાં. અકસ્માત બાદ કારમાંથી એક યુવતી નીચે ઉતરી હતી. આ યુવતીને ઇજાગ્રસ્ત યુવકોએ જોઈ હતી. ઇજાગ્રસ્ત યુવકનો બચાવવાના બદલે યુવતી ત્યાથી ફરાર થઈ ગઈ હતી.

આ ઘટના બાદ બન્ને યુવકોને સાલ હોસ્પિટલમાં લઈ જવાય હતા જ્યાં તેમને ગંભીર ઇજાઓ અને ફ્રેકચર થયું હોવાનું સામે આવ્યું છે. આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કારના નંબરના આધારે આરોપી યુવતીને શોધવા પ્રયાસ હાથ ધર્યા છે. આ બનાવમાં અકસ્માત કરનાર યુવતી બિલ્ડરની દીકરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Your email address will not be published. Required fields are marked *