વાઇબ્રન્ટ ગુજરાત મોકૂફ રહેવાના પગલે હોટેલોના 800 થી વધુ રૂમનું બુકિંગ રદ

| Updated: January 7, 2022 6:19 pm

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 મુલતવી રાખવાને કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં 850 હોટેલ રૂમ બુકિંગ રદ કરવામાં આવ્યા હતા. ગાંધીનગરની ધ લીલામાં કુલ 300 રૂમ અને અમદાવાદની ધ હયાત રિજન્સીમાં કુલ 210 રૂમ બુક કરવામાં આવ્યા હતા, જ્યારે આગામી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે ગિફ્ટ સિટીની ગ્રાન્ડ મર્ક્યુરમાં કુલ 145 રૂમ બુક કરવામાં આવ્યા હતા.

ધ હયાત રિજન્સી

ગુજરાત સરકાર દ્વારા ગુરુવારે સવારે વાઈબ્રન્ટ સમિટને મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેના કારણે ઈવેન્ટ માટેની તમામ તૈયારીઓ રદ કરવામાં આવી હતી. આ હોટેલોએ ત્રણ દિવસની ઇવેન્ટ માટે તેમની ક્ષમતાના 80% બુક કરાવ્યા હતા. આ રૂમ VIP, પ્રતિનિધિઓ અને પાંચ રાજ્યના વડાઓ માટે બુક કરવામાં આવ્યા હતા. હોટેલોએ એમ પણ કહ્યું હતું કે નિર્ણય લેવામાં આવ્યા બાદ તેમને બુકિંગ રદ કરવાની જાણ કરવામાં આવી હતી.

ધ લીલા (ગાંધીનગર)

ધ લીલા (ગાંધીનગર), ફોર્ચ્યુન હવેલી (ગાંધીનગર), ગિફ્ટ સિટી ક્લબ (ગાંધીનગર), ગ્રાન્ડ મર્ક્યુર (ગાંધીનગર), હયાત રિજન્સી, હયાત અને ફોર્ચ્યુન લેન્ડમાર્કમાં મોટાભાગનું બુકિંગ કરવામાં આવ્યું હતું. ગિફ્ટ સિટી ક્લબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ગ્લોબલ સીઈઓ માટે એક ફંકશનનું આયોજન થવાનું હતું.

ગ્રાન્ડ મર્ક્યુર (ગાંધીનગર)

Your email address will not be published. Required fields are marked *