માઉન્ટ આબુમાં સવર્ગ સમાન નજારો, સતત વરસાદથી ઝરણાઓ ફરી થયા જીવંત

| Updated: July 27, 2022 9:14 pm

પહાડી વિસ્તારોમાં વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે માઉન્ટ આબુમાં આવેલ નકી લેક ઓવરફ્લો થયો છે. ઝરણા ફરી એકવાર જીવંત થતા પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

રાજસ્થાનમાં આવેલ જેને મિનિ કશ્મીર તરીકે ઓળખવામાં આવે છે તેવા આબુમાં વરસાદના કારણે રમણીય વાતાવરણ બન્યું છે. વરસાદના કારણે પહાડોમાંથી અનેક ઝરણાં જીવંત બનતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાલ પ્રવાસીઓની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. વેહતા ઝરણાં અને આહલાદક નજારા વચ્ચે લોકોના મન પ્રફુલ્લિત થઈ ઝૂમી ઊઠ્યા છે. સતત વરસાદથી પાણીના ધોધ વહેતા થયા હતા. નકી લેક પણ ઓવરફ્લો થયો હતો.

ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુ અને માઉન્ટના પહાડોમાં વરસાદ થતા નકી લેક ઓવરફ્લો થયો છે. જેને પગલે અમીરગઢની બનાસનદી અને દાંતીવાડા ડેમમાં પાણીની સારી આવક થશે. ઝરણાઓ અને ધોધ વહેતા થતાં માઉન્ટ આબુનો પર્વતીય વિસ્તાર સોળે કળાએ ખીલી ઊઠ્યો છે.

Your email address will not be published.