સોલામા પિયર જવાની વાત કરતા પતિ ઉશ્કેરાયો દસ્તાથી પત્નીનું માથું ફોડી નાખ્યું

| Updated: April 17, 2022 9:12 pm

વેપારી પત્નીને તેના પિયર મુંબઈ જવા માટે પતિને પુછ્યુ ત્યારે તે ઉશ્કેરાઇ ગયો હતો. પતિએ પત્નીને મુંબઈ જવાની ના પાડી માર માર્યો હતો. વધુ ઉશ્કેરાયેલા પતિએ પત્નીને માથામાં દસ્તો મારી માથુ ફોડી નાખ્યું હતુ. આ અંગે સોલા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, મૂળ મુંબઇની રહેવાસી અને હાલ અમદાવાદમાં આવેલા ગોલ્ડન લોટસ ખાતે અમી દીપકભાઇ ઝાલા પરિવાર સાથે રહે છે. અમીબહેન સીજી રોડ ખાતે ટ્રાવેલ્સની ઓફિસ ધરાવી વેપાર કરે છે. મહિલાએ અગાઉ સોલા પોલીસ સ્ટેશન અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. 13 એપ્રિલના રોજ બપોરે સવા બાર વાગ્યે અમીબહેન તેમના પતિ ઘરે હાજર હતા. આ દરમિયાન મહિલાને તેના ઘરે મુંબઈ જવુ હોવાથી મહિલાએ તેના પતિને મારે મારા પોતાના ઘરે મુંબઈ જવું છે તેમ જણાવ્યુ હતુ. પતિએ તરત જ મુંબઇ જવાની ના પાડી દીધી હતી.

મહિલા અવાર નવાર પતિને મુંબઈ જવા માટે પુછતી હતી. ત્યારે પતિ ઉશ્કેરાયો હતો અને ઝઘડો કરીને મારઝુડ કરવા લાગ્યો હતો. એટલુ જ નહીં ઉશ્કેરાયેલા પતિએ રસોડામાંથી દસ્તો લઈને આવ્યો અને મહિલાના માથાના પર દસ્તો મારી લોહીલુહાણ કરી દીધી હતી. ધમકી આપી હતી કે ફરી વાર અંહીયા આવીશ તો જાનથી મારી નાખીશ. બાદમાં પતિ ઘરની બહાર નિકળી ગયો હતો. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.

Your email address will not be published.