દરોડા કેટલામી વાર પડ્યા છે તે પણ યાદ નથીઃ પી. ચિદમ્બરમ

| Updated: May 17, 2022 4:40 pm

ચેન્નાઈઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ મંગળવારે સવારે ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર અને સાંસદ કાર્તિ ચિદમ્બરમને ત્યાં ચેન્નાઈ અને દેશમાં બીજા દસ શહેરોમાં આવેલા સ્થળોએ દરોડા પાડ્યા હતા. પુત્ર સામેના કેસમાં ભૂતપૂર્વ નાણાપ્રધાને જણાવ્યું હતું કે દરોડામાં મને એફઆઇઆર બતાવવામાં આવી હતી, પરંતુ ક્યાંય મારુ નામ આરોપી તરીકે ન હોવા છતાં મારા ઘરની તલાશી લેવાઈ હતી. સીબીઆઇની ટીમે દિલ્હીમાં મારા સત્તાવાર નિવાસ્થાને અને ચેન્નાઈમાં મારા ઘરે દરોડા પાડ્યા હતા .

અગાઉ ભૂતપૂર્વ નાણાપ્રધાન અને લોકસભાના સાંસદ કાર્તિ ચિદમ્બરમ સામે 250 ચીની નાગરિકોને વિઝા અપાવવા માટે 50 લાખ રૂપિયાની લાંચ લેવા બદલ નવો કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીઓએ આ સંદર્ભમાં જણાવ્યું હતું કે સીબીઆઇએ મંગળવારે સવારે ચેન્નાઈ અને દેશના અન્ય શહેરોમાં કાર્તિ ચિદમ્બરમના દસ સ્થળો પર દરોડા પાડવાનો પ્રારંભ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ચેન્નાઈમાં ત્રણ, મુંબઈમાં ત્રણ, દિલ્હી, કર્ણાટક, પંજાબ અને ઓડિશામાં એક-એક જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

દરોડા સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે સીબીઆઇની એક ટીમ કાર્તિ ચિદમ્બરમ અને તેમના પિતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા રાજ્યસભાના સાંસદ પી. ચિદમ્બરમના લોધી એસ્ટેટ ખાતેના સત્તાવાર નિવાસ્થાને પહોંચી હતી. દરોડા પછી કાર્તિએ વિગતો આપ્યા વિના ટવીટ કર્યુ હતું કે હવે તો હું પણ ભૂલી ગયો છું કે આ દરોડા કેટલામી વાર પડ્યા છે, કદાચ આ એક રેકોર્ડ હશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કેસમાં સીબીઆઇએ આરોપ લગાવ્યો છે કે કાર્તિ ચિદમ્બરમે યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન તલવંડી સાબો પાવર પ્રોજેક્ટ માટે જુલાઈ-ઓગસ્ટ 2011માં 250 ચીની નાગરિકોને વિઝા આપવાનું કહેવાયું હતું. તેના માટે 50 લાખની લાંચ લેવામાં આવી હતી. તે સમયે ચિદમ્બરમના પિતા દેશના ગૃહપ્રધાન હતા.

Your email address will not be published.