હું ઋષિ કપૂર વિશે તેની મમ્મીને ફરિયાદ કરી કરી શકતી હતી , આલિયા ભટ્ટ સાથે પણ  સમાન બોન્ડની આશા : નીતુ કપૂર

| Updated: April 10, 2022 1:17 pm

નીતુ કપૂરે એમના સ્વર્ગસ્થ સાસુ સાથેના બોન્ડ વિશે વાત કરી છે અને  તેમની પુત્રવધૂ આલિયા ભટ્ટ સાથે પણ સમાન  સંબંધોની આશા રાખે છે.

પીઢ અભિનેતા નીતુ કપૂરે એમના  સ્વર્ગસ્થ સાસુ કૃષ્ણા રાજ વિશે વાત કરતાં ખુલાસો કર્યો છે કે એમના સાસુ સાથેનો એમનો સંબંધ મૈત્રીપૂર્ણ હતો. અને  તેના પતિ સ્વર્ગસ્થ અભિનેતા ઋષિ કપૂર વિશે તેની ફરિયાદ પણ કરી શકતા  હતા. નીતુ ટૂંક સમયમાં આલિયા ભટ્ટની સાસુ બનવા જઈ રહી છે અને આલિયા ભટ્ટ સાથે સમાન સંબંધની આશા ધરાવે છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર 14 એપ્રિલના રોજ લગ્ન કરવા માટે તૈયાર છે. જ્યારે દંપતી અથવા માતાપિતાએ લગ્નની તારીખની પુષ્ટિ કરી નથી, ત્યારે આલિયાના કાકા અને સાવકા ભાઈએ આ માહિતી જાહેર કરી છે.

ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેના નવા ઈન્ટરવ્યુમાં નીતુએ વાત કરતાં   ઉમેર્યું કે હું ઈચ્છું છું કે  આલિયા સાથે મારું  બોન્ડ  પણ એવી જ રીએ ઉત્તમ રહે જેવુ મારું કૃષ્ણા રાજ સાથે હતું. નીતુ કપૂરે કહ્યું કે “હું આશા રાખું છું કે જ્યારે તેઓ લગ્ન કરશે ત્યારે હું અમારા સંબંધને શ્રેષ્ઠ બનાવીશ.

મારી સાસુ સાથેનો મારો સંબંધ ઉત્કૃષ્ટ હતો. તે મને તેના પુત્ર કરતાં વધુ પ્રેમ કરતી હતી અને હું તે જાણું છું. અમે મિત્રો હતા અને  દરેક વસ્તુ વિશે વાત કરતાં . હકીકતમાં, હું મારા પતિ વિશે એમને ફરિયાદ કરી શકતી હતી . અમારા સંબંધ મૈત્રી ભર્યા હતા. મને આશા છે કે આલિયા સાથે મારું સમાન સમીકરણ બનશે કારણ કે તે ઉત્કૃષ્ટ અને અદ્ભુત છે”

નીતુ લગ્નની તારીખ વિશે ચૂપ રહી અને જણાવ્યું કે  “હું તેને ઉજવવા માંગુ છું. પરંતુ આજના બાળકો અલગ છે. હું પોતે પણ આ દિવસ વિશે જાણતી નથી, કારણ કે બંને ખૂબ જ ખાનગી લોકો છે. ખબર નથી તેઓ ક્યારે કરશે. હું આશા રાખું છું કે તે જલ્દી થાય કારણ કે હું બંનેને પ્રેમ કરું છું. આલિયા  એક સુંદર વ્યક્તિ છે, અને તેઓ એકબીજા માટે બનાવવામાં આવ્યા છે. તેઓ ખૂબ સમાન છે. ”

આલિયા અને રણબીર લગભગ પાંચ વર્ષથી ડેટ કરી રહ્યા છે. સોનમ કપૂરના લગ્નના રિસેપ્શનમાં તેઓ સાથે દેખાયા પછી તેઓએ મે 2018માં સંબંધને સત્તાવાર બનાવ્યો હતો. તેઓ અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળશે.

Your email address will not be published.