અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પાછા લાવવા વાયુસેનાના સી -17 પરિવહન વિમાન સ્ટેન્ડબાય મોડ પર

| Updated: August 21, 2021 7:18 pm

તાલિબાનોએ દેશ કબજે કર્યા બાદ અફઘાનિસ્તાનમાં મચેલી ભારે અંધાધૂંધી વચ્ચે  ફસાયેલા ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે, ભારતીય વાયુસેનાના સી -17 પરિવહન વિમાનને સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવ્યા છે.  તાલિબાન, દેશમાં વાહનવ્યવહાર અને સુરક્ષા ચોકીઓને નિયંત્રિત કરી રહ્યા છે એવામાં એકવાર પૂરતા ભારતીય નાગરિકો કાબુલ એરપોર્ટ પર પહોંચે ત્યાર બાદ વિમાન  અહીં થી ઉડાન ભરશે.

ભારત સરકાર વિમાનમાં ઓછામાં ઓછા 250 ભારતીય નાગરિકોને બહાર લાવવા માટે આશાવાદી છે અને અફઘાન રાજધાનીના એરપોર્ટ પર સી -17 પરિવહન વિમાનોના ઉડ્ડયનને સરળ બનાવવા માટે અમેરિકી  સરકાર સાથે જીવંત સંપર્કમાં છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ નું કાબુલ જવું મુશ્કેલ હોવાના કારણે, ભારતીય હવાઈ દળના વિમાન  સ્ટેન્ડબાય પર છે. વધુમાં, અંદાજિત 400 ભારતીયોને અફઘાનિસ્તાનથી  રેસ્ક્યુ કરવાની જરૂર પડી શકે છે. જોકે  ચોક્કસ આંકડો હજુ અસ્પષ્ટ છે.

ભારતીય દૂતાવાસના કર્મચારીઓનાં, જેમાં સમાવિષ્ટ ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના કર્મચારીઓ સાથેના  સુરક્ષિત રેસ્ક્યુની જવાબદારી ભારતીય વાયુસેનાના બે સી -17 વિમાનને સોંપાઈ  હતી. જેમાંથી પ્રથમ વિમાને તો કાબુલ એરપોર્ટ પર જ્યાં હજારો અફઘાનો પોતાના જ દેશમાંથી બચી છૂટવાની ચિંતા સાથે પહોંચ્યા હતા એવી અંધાધૂંધી વચ્ચે ખૂબ જ પડકારજનક સંજોગોમાં ઉડાન ભરી હતી.

જોકે, અત્યારે, અફઘાન નાગરિકોની વિઝા અરજીઓ પણ ગૃહ મંત્રાલય દ્વારા તપાસણી  હેઠળ છે.

Your email address will not be published. Required fields are marked *