દ્રોપદી મુર્મુ રાષ્ટ્રપતિ બન્યા તો તેનો સૌથી પહેલો ફાયદો ગુજરાતને મળશે

| Updated: June 23, 2022 4:47 pm

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ટીમે આગામી રાષ્ટ્રપતિ પદ માટે ઓડિશાના વતની અને ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મુની પસંદગી કરીને એક કાંકરે અનેક તીર માર્યા છે. દ્રૌપદી ઓડિશાના આદિવાસી નેતા છે, તેમની પસંદગી કરવાના લીધે હવે ભાજપે હવે ઓડિશાની વર્તમાન સરકાર બીજેડી સમક્ષ સમર્થન માંગવાની જરૂર જ નહી પડે, કારણ કે હવે તેમને સમર્થન આપ્યા વગર છૂટકો પણ નથી.

બીજુ એ છે કે દ્રોપદી મુર્મુ આદિવાસી હોવાથી આગામી બે વર્ષમાં યોજાનારી પાંચથી છ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં તેનો ફાયદો મળશે. તેનો સૌથી પહેલો ફાયદો ગુજરાતને મળશે. દેશની વસ્તીમાં આદિવાસીઓનો લગભગ 14થી 15 ટકા હિસ્સો છે. પણ હજી સુધી કોઈપણ આદિવાસી પુરુષ કે મહિલા રાષ્ટ્રપતિ બન્યા નથી. આમ આદિવાસી સમાજ પર પક્કડ મેળવવા માટે દ્રૌપદી મુર્મુની મદદ લેવામાં આવશે.

ભાજપના રણનીતિકારો પણ માને છે કે ઓડિશા, ઝારખંડ, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા અનેક રાજ્યોમાં દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવવાથી ફાયદો થઈ શકે છે. 2017માં ભાજપે પ્રચંડ બહુમતી મેળવી હોવા છતાં પણ આદિવાસી વિસ્તારો પર તેનો કબ્જો ન હતો.

ગુજરાતની કુલ વસ્તીમાં આદિવાસીઓની અંદાજે 14.8 ટકા વસ્તી છે. 27 સીટ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત છે. ભાજપ 2017માં લગભગ તેમાથી અડધી સીટ મેળવી શકી હતી. દ્રોપદી મુર્મુને આગળ ધરીને ભાજપ વધારે સીટ જીતવાનું લક્ષ્ય રાખે છે.

ગુજરાતના રાજકારણમાં જોઈએ તો હજી પણ આદિવાસી સમાજમાં કોંગ્રેસનું ખાસ્સુ પ્રભુત્વ છે. ભાજપ છેલ્લા બે દાયકાથી આદિવાસીઓને તેના તરફ વાળવા પ્રયત્ન કરી રહ્યું છે. 2017માં ભાજપે પૂરુ જોર લગાવ્યું હતું. આ જ કારણ છે કે આમ આદમી પાર્ટી પણ આદિવાસી ઉમેદવારો પર ધ્યાન આપી રહી છે. ગુજરાતમાં આદિવાસી વોટબેન્ક પર પ્રભુત્વ જાળવી રાખવા કોંગ્રેસે પણ 2022 જેવી રણનીતિ અપનાવી છે. આ બેઠકો પર તે શક્તિ પ્રદર્શન કરશે.

હિંદુત્વનું પોલિટિક્સ મજબૂત બનતા કોંગ્રેસ સોફ્ટ હિંદુત્વ અપનાવશે. શહેરી વિસ્તારોમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે હિંદુત્વની મદદ લેવામાં આવશે. લોકોને આકર્ષવા માટે પણ સોફ્ટ હિંદુત્વ અપનાવવામાં આવશે. શહેરી વિસ્તારમાં કથાઓ અને આરતીઓનું પણ આયોજન થશે. આ ઉપરાંત શ્રાવણ મહિનામાં પૂજાનું આયોજન કરવામાં આવશે. તેની સાથે કોંગ્રેસ ગણેશ પૂજા અને નવરાત્રિનું પણ આયોજન કરશે.

Your email address will not be published.