સરકાર લઘુમતી શાળાઓનો વહીવટ લઇ લેશે તો સંસ્કૃતિ અને શૈલીની વિવિધતા પર દુરોગામી અસર પડશે

| Updated: August 4, 2022 6:36 pm

ભારતીય સવિંધાનના સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારનો અનુચ્છેદ -29 અને અનુચ્છેદ -30, લઘુમતી શાળાઓને રાજ્ય સરકારના હસ્તક્ષેપ વગર પ્રબંધન કરવાનો અધિકાર આપે છે, પરંતુ તાજેતરમાં જ હાઇકોર્ટમાં રજુ કરાયેલ એક એફિડેવિટ દ્વારા ગુજરાત સરકારે રજુઆત કરી છે કે ધાર્મિક અને ભાષાકીય લઘુમતી શાળાઓ પર “યોગ્ય અંકુશ” જરૂરી છે. આના પગલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક(સુધારણા) અધિનિયમ, 2021માં લઘુમતી શાળાઓ પાસેથી એમની સંસ્થાઓના પ્રબંધન અને સંચાલનનો અધિકાર લઇ લેવાનો સુધારો  કરાયો છે.

આ સંદર્ભમાં, ગુજરાત હાઈકોર્ટના વકીલ મુહમ્મદ ઈસા હકીમ સાથે આ કાયદાની બારીકીઓ પર ચર્ચા કરવામાં આવી અને એ જાણવાની કોશિશ કરાઈ કે આ સુધારાથી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓના ભવિષ્ય પર શું અસર પડશે. વાર્તાલાપના અંશ નીચે પ્રમાણે છે. 

ગુજરાતમાં ધાર્મિક અને ભાષાકીય લઘુમતી  

ગુજરાતમાં ધાર્મિક અલ્પસંખ્યકો ઈસાઈ, ઈસ્લામ, પારસી, બૌદ્ધ, જૈન વગેરે છે જયારે ભાષાકીય લઘુમતી. ઉર્દુ, ગુજરાતી, હિન્દી, કોંકણી, તેલુગુ, તમિલ, પંજાબી, સિંધી, મલયાલમ વગેરે છે. 

સુધારાઓની સામે વાંધાઅરજી કરનાર કોણ છે? 

સુધારાઓ સામે વાંધો પ્રદર્શિત કરવામાં કારમેલ સ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ જેવી  ખ્રિસ્તી મિશનરી શાળાઓ અગ્રેસર છે. કેટલીક મુસ્લિમ શૈક્ષણિક સંસ્થાઓ પણ આ સુધારાઓના વિરુદ્ધ યાચિકા દાયર કરવા આગળ આવી છે.   

સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર નો કાયદો: એક સમજૂતી 

આપણા સંવિધાનમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર નો કાયદો અનુચ્છેદ 29 અને 30  થકી અલ્પસંખ્યકોને  કેટલાક અધિકારો બક્ષે  છે.  

અનુચ્છેદ 29,  કોઈ એક વિશિષ્ટ ભાષા, લિપિ કે હિત ધરાવતા અલ્પસંખ્યક નાગરિકોને એના સંવર્ધનના અધિકાર પ્રદાન કરીને આ વર્ગના  હિતોનું રક્ષણ કરે છે. અનુચ્છેદ 29 આદેશ કરે છે  કે ધર્મ, જાતિ, જ્ઞાતિ કે  ભાષાના આધારે નાગરિકો વચ્ચે કોઈ ભેદભાવ કરવામાં નહિ આવે. 

અનુચ્છેદ 30 માંના આદેશ પ્રમાણે   ધર્મ અથવા ભાષાના આધાર પર બધા અલ્પસંખ્યકો યથેચ્છ  શૈક્ષણિક સંસ્થાન  સ્થાપિત કરી શકશે.મદ્રેસાઓનું પ્રબંધન અનુચ્છેદ 30 પ્રમાણે થાય છે. 

અનુચ્છેદ 30 અલ્પસંખ્યકોને પોતાના ભાષાકીય કે ધાર્મિક સંસ્થાન સ્થાપવાના સંપૂર્ણ અધિકાર પ્રદાન કરે છે. આ સંસ્થાઓ પરત્વે કોઈ પણ  ભેદભાવ વગર સરકારી સહાય ઉપલબ્ધ કરાવવાની થાય છે . આ અધિનિયમ વૈધાનિક રીતે સુરક્ષિત છે અને જો આ કાયદાનું ઉલ્લંઘન થાય , તો અદાલતનું શરણ લઇ શકાય છે. 

અનુચ્છેદ 29 અને 30નો ઇતિહાસ 

ઈસાએ સમજાવ્યું કે  કેવી રીતે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારોના અનુચ્છેદ 29 અને 30 નો સમાવેશ સંવિધાનમાં થયો. “ધર્મ આધારિત વિભાજન બાદ જયારે બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે એવી લાગણી હતી કે ધાર્મિક આધાર પર વિભાજન પામેલા દેશનો લઘુમતી સમુદાય અસુરક્ષિતતા અનુભવશે. તેમની ચિંતામાં ઘટાડો કરવા માટે બે અનુચ્છેદ બંધારણમાં જોડાયેલ છે. એની પાછળ અલ્પસંખ્યકોને શિક્ષણનો અધિકાર પ્રદાન કરવાની અને તેને કોઈ પ્રતિકૂળ પ્રભાવથી બચાવવાની વિચારસરણી હતી. 

અમેરિકામાં  1954નો ઐતિહાસિક ચુકાદો  

અમેરિકન સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો યાદ કરીને ઈસાએ કહ્યું હતું કે, ભારતીય સંવિધાનમાં આ સુધારાઓ ત્યારે કરવામાં આવી રહ્યા હતા જયારે અમેરીકન શાળાઓમાં રંગભેદને આધારે ભેદભાવ થઇ રહ્યા હતા. 17 મેં 1954નો અમેરિકન સુપ્રીમ કોર્ટમાં ટોપેકા એજ્યુકેશન બોર્ડનો  ચુકાદો આ દિશામાં એક મહત્વનો ચુકાદો હતો. 

અમેરિકન સુપ્રીમ કોર્ટે એકમતે ચુકાદો આપ્યો કે સાર્વજનિક શાળાઓમાં થતો રંગભેદ બંધારણના 14માં સુધારાનો ભંગ છે. 

બ્રાઉન વિરુદ્ધ ટોપેકા બોર્ડ ઓફ એજ્યુકેશન અમેરિકન સુપરિક કોર્ટના સૌથી પ્રખ્યાત કેસમાંનો એક છે કારણ કે એના થકી રંગભેદી અલગાવનો અંત શરુ થયો. એણે  1896નો પ્લેસી ફર્ગ્યુસનનો દુરોગામી અસર ધરાવતો ચુકાદો ઉલટાવવાનું કામ કર્યું. દુનિયાની જૂનામાં જૂની લોક્શાહીમાંપણ વશીય ભેદભાવ હતા જ. એને સમાપ્ત કરવા માટે નવો કાયદો ઘડાયો, 

રાજ્ય સરકાર અધિનિયમમાં શા માટે ફેરફાર કરી રહી છે ? 

સુધારામાં કહેવામાં આવ્યું છે કે શિક્ષકોની નિમણુંક, યોગ્ય ચકાસણી  અને શિક્ષકોની પરીક્ષાની  (ટીએટી) પાસ કર્યા  પછી જ કરી શકાશે.. અમુક જ સ્તરના શિક્ષક મળે તે સુનિશ્ચિત કરવા માટે પરીક્ષા  છે ” ઉત્કૃષ્ટ શિક્ષણસ્તર પ્રાપ્ત કરવામાટે ઉચ્ચસ્તરના શિક્ષકો નિમાવા અનિવાર્ય છે  એ સાચું  છે પણ તે  સંપૂર્ણ શિક્ષણ સિસ્ટમ માટે સાચું છે,ખરું કે નહીં ? એક બીજી દલીલ મુજબ, અલ્પસંખ્યક શાળાઓને શિક્ષકો નીમવાનો અબાધિત અધિકાર આપવામાં આવે તો ગેરવહીવટના કારણે નિમ્ન ગુણવત્તાના શિક્ષકોની નિમણુંક થશે. જો કે આ વિચાર અનુચ્છેદ 30ને સંગત નથી. 

સરકાર તરફથી ગ્રાન્ટ મેળવતી બધી જ ને  અલ્પસંખ્યક શાળાઓ નવા સુધારાઓનું પાલન કરવું પડશે.. અહીં રાજ્ય સરકાર દલીલ કરે છે કે સરકાર દ્વારા પોષિત તમામ અલ્પસંખ્યક  શાળાને  શિક્ષણમાં એક નિશ્ચિત સ્તરની  ખાતરી આપવી પડશે, જે TAT પરીક્ષાથી સુનિશ્ચિત થશે.- 

લઘુમતી શાળાઓની ફરિયાદ  

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ  ગુજરાતની સમગ્ર શાળાઓનો વહીવટ કરે છે  તેની બોલચાલની ભાષામાં ગુજરાતી બોર્ડ કહેવાય  છે. એના કાયદામાં, અલ્પસંખ્યા બોર્ડને  કેટલાક હક્ક અપાયેલ  છે. જેમ કે  શિક્ષકોની નિમણુંક અને બરતરફી ઇચ્છાનુસાર કરી શકાય છે  છો. “પોતાના કેલેન્ડર રાખવા જેવા નજીવા હક્ક હવે અલ્પસંખ્યક શાળાઓ પાસે રહ્યા છે” 

2021ના ​​સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે અલ્પસંખ્યક શાળાઓ એ જ શિક્ષકોની નિમણુંક કરી શકશે જે રાજ્ય સરકાર દ્વારા અનુમોદિત હોય અથવા જેમના નામ રાજ્ય સરકાર દ્વારા અપાયા હોય. લઘુમતી શાળાઓ દ્વારા દાખલ કરવામાં આવતી યાચિકાઓનું મુખ્ય કારણ આ જ છે કારણ કે લઘુમતી શાળાઓ  તમારી પસંદગી ના શિક્ષકો, પ્રિન્સિપાલ અને કર્મચારીઓની નિમણુંક કરવાની ઈચ્છા રાખે છે. 

સુધારાની ભવિષ્યની અસરો 

પોતાની પસંદગીનો શિક્ષકગણ ના નીમી શકવાના કારણે ભવિષ્યમાં અલ્પસંખ્યક શાળાઓ માટે  પોતાની લાક્ષણિકતાઓનું સંવર્ધન કરવું અઘરું બનશે  એવો ભય છે. કોઈ પણ અલ્પસંખ્યક શાળાના હૃદય અને આત્મા  શિક્ષક હોય છે. તેઓ શાળાની લાક્ષણિકતાનું સંવર્ધન કરીને શાળાને એક વૈચારિક આકાર આપે છે. શાળાના પ્રબંધક મંડળ પાસે શાળાની સંસ્કૃતિ અને શૈલીને અનુરૂપ શિક્ષકોની નિમણુંક કરવાનું અધિકારક્ષેત્ર હોવું જરૂરી છે. 

જો અલ્પસંખ્યક પ્રતિનિધિત્વ વિના જ જો સરકાર શિક્ષકોની નિમણુંક કરશે તો આ શાળાઓની  વિશિષ્ટતા છેલ્લે નાશ પામશે 

મતભિન્નતાનો નાશ: ભવિષ્યની સંભાવના  

અંતમાં ઈસા કહે છે, “ આખરે તો વિદ્યાર્થી અને  શિક્ષક વચ્ચેની  સંવાદિતા અને સંચાર, કોઈ પણ અભ્યાસનું મધ્યબિંદુ  હોય છે. શિક્ષણનો  માહોલ અનુકૂળ ન હોય તો બે  અલગ-અલગ વિચારધારાઓ આપસમાં ટકરાતી હોય એવી  સ્થિતિનો જન્મ થાય છે. જે  ભવિષ્યમાં ભિન્ન મત અને મતાંતરનું અસ્તિત્વ જ નહિ રહેવા દે. આ એક દુરોગામી પરિમાણો ધરાવતો કોયડો છે. 

Your email address will not be published.