મોદીને ટક્કર આપવા માટે તેમની નકલ નહીં ચાલે,તેનાથી અલગ છબી રજુ કરવી પડશે

| Updated: April 14, 2022 11:28 am

લોકશાહી શાસનના વડા તરીકે નિરંકુશ નેતાઓ તંદુરસ્ત લોકશાહી માટે મજબૂત વિરોધ જરુરી છે તેમ વારંવાર કહેતા હોય છે પરંતુ તેઓ થોડી પણ તક મળે ત્યારે વિપક્ષને નબળા બનાવી દે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યાના લગભગ આઠ વર્ષમાં વિપક્ષ માટે સંસ્થાકીય જગ્યા ઓછી થઈ ગઈ છે. સૌ પહેલા વિરોધ પક્ષ તરીકે માન્યતા આપવાનો ઇનકાર કરીને કારણ કે કોંગ્રેસે લોકસભામાં સત્તાવાર વિરોધ પક્ષ તરીકે માન્યતા માટે જરૂરી બેઠકોની સંખ્યા કરતાં ઓછી બેઠકો મેળવી હતી.ત્યાર બાદ સંસદીય પ્રક્રિયાઓને નબળી કરી દેવાઇ કે જેના દ્વારા ગૃહમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થાય છે અને તે સરકારને નીતિ બદલવાની ફરજ પાડે છે.

જો કે, લાખ પ્રયત્નો છતાં વિરોધ માટે હજુ જગ્યા છે. જો કે, તે હંમેશા પાર્ટી સિસ્ટમમાં ન થઇ શકે. કારણ કે મોદીને ગયા વર્ષે ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની અને અગાઉ  2015માં જમીન સંપાદન બિલ પાછું ખેંચવાની ફરજ પડી હતી. 2014થી અત્યાર સુધીમાં વર્તમાન શાસને વિરોધપક્ષને હાંસિયામાં ધકેલી દેવામાં કોઈ કસર છોડી નથી, ત્યારે મોદી-ભાજપના જોડાણને પડકારવાની તાકાત ધરાવતાં વિવિધ પક્ષોના નેતાઓએ પણ એકલા કે સાથે મળીને સરકાર માટે પડકાર ઉભો કરવા માટે બહુ ઓછા પ્રયાસો કર્યા છે.

વિરોધ પક્ષો સામે મોદીનું અભિયાન ચાર આધાર પર છે. પહેલું એ કે તમામ રાજવંશો છે. બીજું તેઓ ભ્રષ્ટ છે અને ભૂતકાળમાં જ્યારે પણ તેમને તક મળી ત્યારે ગરીબો માટેનાં સંશાધનોની ચોરી કરી છે. વિરોધ પક્ષો સામે ત્રીજો આરોપ એ છે કે તેમની પાસે ભવિષ્યની ઠોસ દ્રષ્ટિ નથી અને તેમનું અસ્તિત્વ, તેઓ જે જોડાણ કરે છે તો પણ ફક્ત મોદીના વિરોધ પર ટકેલું છે.

ચોથું, તેઓ રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ અને ભારતની બહાર તેમજ અંદર રહેલા દેશનાં દુશ્મનો સાથેની સાંઠગાંઠમાં કામ કરે છે. વિપક્ષનાં આ ચરિત્ર અંગેની વાતો ટોચના નેતાઓ દ્વારા નહીં પણ કાર્યકરો દ્વારા કરવામાં આવે છે. જેમકે હિજાબ, નવરાત્રિ દરમિયાન માંસ પર પ્રતિબંધ, જાહેર જગ્યામાં શુક્રવારની નમાઝ, અને મંદિર-મસ્જિદ સહિત કેટલાક અન્ય મોટા મુદ્દાઓને વારંવાર ઉઠાવવામાં આવે છે.

આરોપ નંબર એક એ સીધાસાદા લોકોને સૌથી વાજબી લાગે છે. હવે હાંસિયામાં ધકેલાઇ ગયેલા સામ્યવાદી પક્ષો, આમ આદમી પાર્ટી અને અન્ય કેટલાક નાના પક્ષોને બાદ કરતા, મોટાભાગના પક્ષોના મુખ્ય નેતાઓ રાજકીય પરિવારોમાંથી આવે છે અથવા તો તેમની વિરાસતને આગળ ધપાવી રહ્યા છે. રાજકીય રાજવંશોમાં નવીન પટનાયક અલગ પડે છે કેમકે તેઓ તેમના વંશને કાયમી રાખવા માટે કામ કરી રહ્યા નથી. વિરોધપક્ષમાં જોઇએ તો લગભગ દરેક વિભાજનથી એક નવા રાજકીય રાજવંશનો ઉદભવ થતો રહ્યો છે, ઉદાહરણ તરીકે, એક સમયે સંગઠિત એવા જનતા પરિવારમાંથી છુટા પડેલા કેટલાક પક્ષો આજે હવે એક જ પરિવારનાં આધિપત્ય હેઠળ છે.
મોટાભાગના વિરોધ પક્ષોનું સુકાન રાજકીય પરિવારોના નેતાઓના હાથમાં હોઇ મોદી તે મામલે આક્રમક બનવાનો મોકો મળે છે. ભાજપ પાસે હાલમાં ઘણા નેતાઓ છે – જેમાં કેન્દ્રીય મંત્રીમંડળનો પણ સમાવેશ થાય છે, જેમનાં પિતા અથવા પાછલી પેઢીના કોઈ નેતા અન્ય પાર્ટીમાં હતા. ભાજપ હવે અન્ય પક્ષો અને ખાસ કરીને કોંગ્રેસના રાજવંશોને પણ તેની તરફ ખેંચે છે.

મોદી વિરોધ ઉપરાંત વિરોધ પક્ષો પર ભ્રષ્ટાચારી હોવાનો આરોપ પૂર્વધારણા આધારિત અને  તેને સફળતાપૂર્વક માર્કેટિંગ કરવામાં ભાજપની સફળતાનાં બેરોમીટર સમાન છે. ભાજપે કથિત ટુ-જી કૌભાંડનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. જે યોગ્ય તપાસ પછી અતિશયોક્તિપૂર્ણ ઝુંબેશ હોવાનું બહાર આવ્યું છે.

વિરોધ પક્ષો ભાજપની નિષ્ફળતા,અધુરાં વચનો પછી તે કાળાં નાણાં પાછા લાવવાની વાત હોય કે દરેક ગરીબના બેંક ખાતામાં રૂ. ૧૫ લાખ જમા કરવાના બહુચર્ચિત જુમલા હોય, તેનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ ગયા હતા. જેના માટે ઠોસ આધાર છે તેવા આરોપો લગાવવાને બદલે, વિપક્ષ તેની સામેના આરોપોને નકારવામાં જ વ્યસ્ત છે.  
ભાજપનાં શાસકો દ્વારા રજૂ કરાયેલા ચૂંટણી બોન્ડને લોકશાહી માટે નુકસાનકારક માનવામાં આવે છે. વિરોધ પક્ષો એ બાબતને ઉઠાવવામાં નિષ્ફળ ગયા છે કે ભાજપના પ્રમાણિક હોવાના દાવાઓ એવી સિસ્ટમની સામે કેટલા પોકળ છે કે જે પક્ષને બિનહિસાબી નાણાં એકાઉન્ટ બુકમાં નાખીને  કાયદેસર બનાવવાની સત્તા આપે છે.

વિરોધ પક્ષોએ દૂરના ભૂતકાળમાંથી બોધપાઠ લેવાની જરૂર છે, જ્યારે આઝાદી પછી કોંગ્રેસ પ્રબળ રાજકીય પક્ષ હતો જ્યારે તેને રાષ્ટ્રીય ચળવળના વારસ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. રાજકીય રીતે જમણેરી પક્ષો, જનસંઘ, હિંદુ મહાસભા અને અન્ય લોકો, સ્વતંત્રતાને ‘વિકૃત’ માનતા હતા કારણ કે તેમની રાષ્ટ્રની દ્રષ્ટિ નહેરુવીયનથી અલગ હતી. પરંતુ 1950 અને 1960નાં  દાયકામાં તેઓએ તેમની વિચારધારાને બાજુ પર રાખીને,અનેક મુદ્દે મતભેદો છતાં અન્ય પક્ષો સાથે વ્યૂહાત્મક જોડાણ કર્યું. તેનો એકમાત્ર હેતું કોંગ્રેસને હરાવવાનો હતો. સોફ્ટ-હિંદુત્વ કાર્ડ રમી રહેલા હાલનાં વિરોધ પક્ષોની જેમ, આ પક્ષોએ તે સમયે અડધી નહેરુવીયન રમત રમી ન હતી, પરંતું વિરોધ કરવા માટે ચોક્કસ મુદ્દાઓ નક્કી કર્યા હતાં.

રાહુલ ગાંધીએ તાજેતરમાં જ માયાવતીને ટોણો માર્યો હતો અને ખાનગીમાં કરેલી ઓફર જાહેર કરી હતી. બસપા નેતાએ જોકે અલગ રીતે તેનો જવાબ આપ્યો. જો ગાંધીને એમ લાગતું હોય કે એમની તેમની સામે નિશાન સાધવું જરુરી છે તો પછી એ પ્રસ્તાવ જ અપ્રમાણિક હતો. તેનાથી શાસક પક્ષ સિવાય કોઈને ફાયદો નહીં થાય. એક અખબારના પત્રકારો સાથેની વાતચીતમાં ભૂતપૂર્વ એડિટર,પત્રકાર અને કેન્દ્રીય મંત્રી અરુણ શૌરીએ યાદ અપાવ્યું હતું કે, ગુલિવરને લિલીપુટીયનોએ નીચે ઉતાર્યો હતો. વિપક્ષી એકતાને મજબુત કરવાના પ્રયાસો ન કરવાથી  માત્ર ભાજપને જ ફાયદો થશે.  

મોદી સામેનો મુખ્ય આરોપ, તેમના પક્ષની અંદર (અંદરખાને ગણગણાટ ચાલી રહ્યો છે) એ છે કે તેઓ કોઈ પણ પ્રકારની અસંમતિને કચડી નાખે છે. એપ્રિલ 2019માં એક બ્લોગમાં પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ એલ.કે. અડવાણીએ પક્ષના કાર્યકરોને યાદ અપાવ્યું હતું કે તેના મૂળ મૂલ્યોમાં રાજ્યની સંસ્થાઓની સ્વતંત્રતા, અખંડિતતા, નિષ્પક્ષતા અને મજબૂતાઈ પ્રત્યેની પ્રતિબદ્ધતા શામેલ છે. તેમણે ઉમેર્યું હતું કે, પક્ષ માટે, અગ્રતાનો ક્રમ હંમેશા રાષ્ટ્ર પ્રથમ, પક્ષ બીજો અને પોતે એટલે કે વ્યકિત છેલ્લો હતો. અગાઉ 2015માં અન્ય દિગ્ગજોની સાથે તેમણે પક્ષમાં આંતરિક લોકશાહીની સ્થિતિ પર દુખ વ્યક્ત કર્યું હતું.

1980ના દાયકામાં અને 1990ના દાયકાની શરૂઆતમાં જ્યારે કોંગ્રેસનો દબદબો હતો ત્યારે તેનો વિરોધ અનેક પક્ષોમાં થઇ રહ્યો હતો ત્યારે ભાજપે બધાથી અલગ પક્ષ બનવાનું વચન આપીને પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. આઠ વર્ષમાં લોકોએ ભાજપના બહુમતીવાદનાં દષ્ટિકોણને ઘણી હદ સુધી સ્વીકારી લીધો હશે, પરંતુ ઉત્તર પ્રદેશના ચુકાદામાં તેમનો થાક દેખાય છે કારણ કે તેમને ખબર છે કે ‘વાસ્તવિક’ વિકલ્પની ગેરહાજરી હતી. કોઈ પણ એક પક્ષ કે પક્ષોનું ગઠબંધન કેન્દ્ અને રાજ્યોમાં સત્તા મેળવી શકે છે પરતું તે ત્યારે જયારે તેઓ મૂળભૂત અભિગમમાં મોદીથી અલગ હોય.

મોદી પણ જાણે છે કે, ભારતના લોકોની પ્રાથમિક ભાવના લોકશાહી છે. આ જ કારણ છે કે ડી-શબ્દને વારંવાર ઉચ્ચારવામાં આવે છે. નાગરિકોની ફરજો પર ભાર મૂકતી વખતે વધુ શિસ્ત અને અધિકારો પર કાપ મૂકવાના પગલાને સમયાંતરે સમર્થન મળ્યું હોવા છતાં, ભારતીયો પસંદગી કરવાના તેમના અધિકારનું રક્ષણ કરે તેવા છે.
પરંતુ, તે માટે વિરોધ પક્ષોએ મોદી અને ભાજપથી દેખીતી રીતે અલગ હોવું જોઈએ. કોંગ્રેસનો આરોપ છે કે મોદીએ પાર્ટી અને દેશની લોકતાંત્રિક સંસ્કૃતિને નષ્ટ કરી દીધી છે, પરંતુ જે રીતે પાર્ટી નેતૃત્વ( પરિવાર અને તેમના નજીકનાં સાથીઓ)  જી -23 ગ્રુપનાં નેતાઓએ લખેલા પત્રને આંતરિક બાબત ગણાવે છે ત્યારે આ દલીલ ખાસ અસરદાર લાગતી નથી.

અરવિંદ કેજરીવાલથી લઈને અખિલેશ યાદવ અને કે ચંદ્રશેખર રાવ સુધીના દરેક રાજકીય પક્ષ માટે આ વાત સાચી છે. મોદી શૈલીમાં સરમુખત્યારશાહી છે તેવો આરોપ ફક્ત ત્યારે જ ટકી શકે છે જ્યારે વિપક્ષી નેતાઓ વડા પ્રધાનની નિસ્તેજ નકલ જેવા ન હોય. મોદીના નેતૃત્વમાં ભાજપ એ અલગ પક્ષ નથી જેનું તેણે વચન આપ્યું હતું. વિરોધ પક્ષોએ તે ટેગ પકડવો પડશે અને એક બીજા સાથે મળીને કામ કરવું પડશે. જે રીતે ભાજપે 1998 થી 2004 દરમિયાન કર્યું હતું. જ્યારે સાથી પક્ષો પણ તે સમયના પક્ષના નેતૃત્વનો ઘણીવાર અનાદર કરતાં હતા. એક નિર્ણાયક નેતાનો મુકાબલો કરવા માટે વ્યક્તિએ બધાને અનુકૂળ બનવું જોઈએ, તેની છબી તેનાથી અલગ હોવી જોઇએ, ફોટોકોપી નહીં.

Your email address will not be published.