ધરેથી નિકળો તો N95 માસ્ક પહેરીને જ નિકળવું હવે જરૂરી, જાણો સિવિલ સુપ્રિટેન્ડેન્ટએ કપડાંના માસ્ક વિશે શું કહ્યું?

| Updated: January 11, 2022 11:45 am

કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.રોજના આંકડાઓમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે.આ વચ્ચે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે બહાર નીકળો તો N95 માસ્ક પહેરવું જરૂરી છે.સાદું કપડાંનું માસ્ક પહેરવા કરતા N95 માસ્ક પહેરવું વધુ હિતાવહ બની રહેશે અને લોકોને N95 માસ્ક પહેરવા માટે વિંનતી કરવામાં આવી છે.

આવનારા 15 દિવસ સાવચેતી રાખવી જરૂરી છે વધુ,આ 15 દિવસ પરથી હવે કઈ દિશામાં જવું તેનો અંદાજો મળી રહેશે.કામ વગર ધરની બહાર ના જવા પણ તેમના દ્વારા વિંનતી કરવામાં આવી છે.શહેર સહિત રાજયમાં કોરોનાએ પોતાની પક્ડ વધુ મજબૂત કરી છે.વધી રહેલા કોરોનાથી ડરવાની નહી પરંતું સાવચેતી રાખવી જરૂરી છે.

લોકો બહાર નીકળે તો સાદું કપડાંનું માસ્ક પહેરવા કરતા N95 માસ્ક પહેરવું વધુ હિતાવહ બની રહેશે તેવી અપીલ સિવિલ સુપ્રિટેન્ડેન્ટએ કરવામાં આવી છે.બીજી લહેરમાં જે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો તેને ધ્યાનમાં લઇ આ સંભવિત ત્રીજી લહેર હતી ત્યારથી જ બધી આગવી તૈયારીઓ આદરી દેવામાં આવી હતી.દવાઓથી લઇને બેડથી લઇને અનેક સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે.

હાલ પરિસ્થિતિ કન્ટ્રોલમાં છે પણ ક્યારે વધશે તે કહેવું મુશ્કેલ છે. લોકોએ મેળવાળામાં જવાનું ટાળવું જોઈએ. હવે લોકો બહાર નીકળે તો સાદું કપડાંનું માસ્ક પહેરવા કરતા N95 માસ્ક પહેરવું વધુ હિતાવહ બની રહેશે તેવી અપીલ સિવિલ સુપ્રિટેન્ડેન્ટએ કરી છે. કોરોનાની ત્રીજી લહેર મામલે સિવિલ હોસ્પિટલ પુરી રીતે સજ્જ છે. સિવિલ કેમ્પસની હોસ્પિટલ મળી મેડિસિટીમાં 2500થી 3 હજારબેડની વ્યવસ્થા કરાઈ છે. 1200 બેડ હોસ્પિટલમાં તમામ બેડ ઓક્સિજન બેડ તરીકે કન્વર્ટ કરાયા છે. 550 ઓક્સિજન કન્સન્ટ્રેટરની વ્યવસ્થા કરાઈ છે. બે ઓક્સિજન ટેન્ક 20 હજાર લીટરની કેપેસીટી સાથેની વ્યવસ્થા કરાઈ છે. ઓક્સિજન જનરેટ ર પ્લાન્ટ સિવિલ હોસ્પિટલમાં લગાવવામાં આવ્યા છે.

માત્ર સિવિલ હોસ્પિટલ જ નહીં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઇને સામે AMC હોસ્પિટલ પણ સજ્જ બની ચુકી છે. 20 હજાર લીટર ઓક્સિજનનો જથ્થો SVP હોસ્પિટલમાં જ્યારે 140 બેડ ICU અને 700 ઓક્સિજન બેડ LG હોસ્પિટલમાં સાથે શારદાબેન હોસ્પિટલમાં 70 ICU બેડ અને 100 ઓક્સિજન બેડની તૈયારી કરી દેવામાં આવી છે.

Your email address will not be published.