શું તમારો વિસ્તાર માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં તો નથી મુકાયોને, જાણી લો તમામ માહિતી

| Updated: January 5, 2022 9:50 pm

અમદાવાદમાં આજે કોરાનાના નવા કેસોનો આંકડો 1600ને પાર કરી ગયો છે, ત્યારે આજે વધુ 23 વિસ્તારોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે, જયારે એક વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનથી દુર કરવામાં આવ્યો છે.

આજે ચાંદલોડીયા, આઇસીબી આઇલેન્ડના ચોથામાળના એચ બ્લોકને કેન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી દુર કરવામાં આવ્યો છે. જયારે જાહેર કરાયેલા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જોધપુર ગામ નંદનવન ટાવર પહેલે માળ આવેલા બી-11થી બી 16ના મકાનો, આનંદનગર રોડ પર આવેલા સ્કેલેટ હાઇટ ત્રીજા માળના બી 301થી 303ના મકાનો, આ જ બિલ્ડીંગના આઠમાં માળે આવેલા એ-801થી 803 સુધીના મકાનો, સાઉથ બોપલ ખાતે આર્યન ગ્લોરીયાના છઠ્ઠા માળે આવેલ 601થી 604 નંબરના મકાનો, આ ઉપરાંત નિકોલ શાંતિનેકિતન ઇ-201થી 204 નંબરના મકાનો, કાલુપર રામજી મંદિરના કેટલાક મકાનો, કુબેરનગર કૈવલ કચોરી પાછળના કેટલાક મકાનો તેમજ વાડજ સોમનાથ નગરના મકાન નંબર 36,37,38નો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આજે 1600થી વધુ કેસ કોરોનાના નોંધાયા છે, જયારે ઓમિક્રોનના 34 કેસ નોંધાવા પામ્યા છે, અમદાવાદમાં એકતરફ કોરોના અને ઓમિક્રોન કેસોનો રાફળો ફાટયો છે ત્યારે બીજીતરફ સરકાર દ્રારા અમદાવાદમાં જાહેર મેળાવડાંના કાર્યક્રમો યોજી કોરોનાને ખુલ્લું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.

Your email address will not be published.