IMA  એડવાન્સ્ડ બિઝનેસ એનાલિટિક્સનો ઇ-પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ શરૂ

| Updated: August 2, 2022 4:58 pm

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) ઇ-પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન એડવાન્સ્ડ બિઝનેસ એનાલિટિક્સ (ઇ-પીજીડીએબીએ)ની ચોથી બેચનો પ્રારંભ કર્યો છે. આ બેચ 16 મહિનાની છે. આ વર્કિંગ પ્રોફેશનલ્સ માટે એપ્લાઇડ એનાલિટિક્સનો 16 મહિનાનો કાર્યક્રમ છે.
મેનેજમેન્ટ પ્રેક્ટિસમાં ડેટા એનાલિટિક્સ એપ્લિકેશન અને ડેટા આધારિત નિર્ણય લેવાની વધતી જતી જરૂરિયાત આજે દરેક વ્યવસાયનું એક મહત્વનું પાસુ બની ગયું છે. આના લીધે કુશળ એનાલિટિક્સ પ્રોફેશનલ્સની તીવ્ર માંગ સર્જાઈ છે. આ એનાલિટિક્સ વ્યવસાયિક સમસ્યાઓના અત્યાધુનિક ઉકેલો આપી શકે છે. ઇ-પીજીડી એબીએ પ્રોગ્રામ ખાસ કરીને માંગને પહોંચી વળવા માટે રચાયેલ છે અને વ્યવસાયિકો પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે, જેઓ તેમના કામમાંથી વિરામ લીધા વિના એપ્લાઇડ એનાલિટિક્સ શીખવા માંગે છે. રસ ધરાવતા ઉમેદવારો પહેલી ઓગસ્ટ 2022થી પ્રોગ્રામમાં પ્રવેશ અરજી કરી શકે છે.
અરજી ફોર્મ https://epgd-aba.iima.ac.in/round1/main.html પરથી ડાઉનલોડ કરી શકાય છે.

આ પણ વાંચોઃ જુલાઈનું જીએસટી કલેકશન 1,49,000 કરોડઃ ગયા વર્ષ કરતાં 28 ટકા વધારે
કાર્યકારી વ્યવસાયિકોના વ્યસ્ત સમયપત્રકને સમાયોજિત કરવા માટેના પ્રોગ્રામ ઓનલાઇન અને કેમ્પસ પરના અનુભવી મોડ્યુલોનું કાળજીપૂર્વક સંતુલિત મિશ્રણ પ્રદાન કરે છે. પ્રોગ્રામને ઉદેદ્શય ઉમેદવારોને સખત અભ્યાસક્રમ, પીઅર-ટુપીઅરર લર્નિંગ અને કેપસ્ટોન પ્રોજેકટ્સ દ્વારા એપ્લાઇડ એનાલિટિક્સના મજબૂત વૈચારિક પાયાને શીખવવામાં અને આંતરિક બનાવવા માટે મદદ કરવાનો છે.
ઉમેદવારો કે જેમની પાસે સંબંધિત કામનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ છે. પ્રાધાન્યમાં વ્યવસાય વિશ્લેષણમાં સ્નાતકની ડિગ્રી ધરાવે છે, મજબૂત, જથ્થાત્મક અને વિશ્લેષણાત્મક સમસ્ય હલ કરવાની કુશળતા ધરાવે છે અને GMAT/GRE/CAT/GATE અથવા ePGDમાં માન્ય ટેસ્ટ સ્કોર ધરાવે છે. ABA ક્વોલિફાઇંગ કમ-એપ્ટિટ્યુટ ડેસ્ટ પ્રોગ્રામ માટે અરજી કરી શકે છે.
ePGD-ABAના ચેરપર્સન પ્રોફેસર સચિન જયસ્વાલે જણાવ્યું હતું કે પ્રોગ્રામની પ્રથમ બે બેચ સાથે અમે પ્રોફેશનલ્સને તેમની કારકિર્દીના માર્ગોને બદલી નાખતા જોયા છે. તેઓ બિન-વિશ્લેષણાત્મક પૃષ્ઠભૂમિમાંથી હોવા છતાં ડેટા વિશ્લેષણની ભૂમિકાઓમાં પણ તેમનો વ્યાપ વિસ્તારે છે. અમારો પ્રોગ્રામ માર્કેટિંગ, એચઆર, ફાઇનાન્સ, ઓપરેશન્સ અને પબ્લિક પોલિસી સહિતના કાર્યોમાં એVાલિટિક્સનો ઉપયોગ કરે છે અને તેથી તે વિવિધ ક્ષેત્રોના વ્યવસાયિકો માટે યોગ્ય છે. ePGD-ABA વાસ્તવિક દુનિયામા એપ્લિકેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે અસાધારણ શૈક્ષણિક સંસ્કૃતિ IIMAના વારસા પર નિર્માણ કરે છે.
આ કાર્યકરમ બજારની વર્તમાન જરૂરિયાતોને પૂર્ણ કરતાં કોર્સ ઓફર કરે છે અને બિઝનેસ મેનેજમેન્ટ અને જાહેર નીતિના તમામ કાર્યાત્મક ડોમેન્સને સ્પર્શે છે. પ્રોગ્રામની અસરકારકતા શિક્ષકોના સભ્યો દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે. આંતરસૂઝ અને જ્ઞાન જે અદ્યતન સંશોધન અને ઉદ્યોગ ભાગીદારો સાથે કન્સલ્ટિંગ પ્રોજેક્ટ પર આધારિત છે. આમા ઉમેરવા માટે કોર્સવર્ક, ઉદ્યોગના નિષ્ણાતો અને એકેડેમિયાના વિચારશીલ નેતાઓના અતિથિ સત્રોથી ભરપૂર છે. e-PGD-ABA પ્રોગ્રામ ડેટા વિઝ્યુલાઇઝેશન, મોડેલિંગ અને ડેટાનું વિશ્લેષણ, મશીન લર્નિંગ અલ્ગોરિધમ અને અંતે સમગ્ર કાર્યોમાં ડેટા એનાલિટિક્સના ડોમેઇન વિશિષ્ટ એપ્લિકેશન માટેના સાધનો અને ટેકનિકો પરના અભ્યાસક્રમો પ્રદાન કરે છે.

Your email address will not be published.