જામનગર અને દ્વારકાના દરિયાકિનારે સંભવિત વાવાઝોડાની અસર, 5 થી 7 ફૂટ ઊંચા મોઝા ઉછળ્યા

| Updated: January 22, 2022 3:41 pm

આગામી દિવસમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારેથી અતિ ભારે પવન ફુંકાય તેવી શક્યતા છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. જામનગર બોટ એસોસિએશન દ્વારા તમામ બોટોને દરિયાકિનારે પરત લાવવા માટેની કામગીરી શરૂ કરાઇ હતી. આજ રોજ બેડી બંદર ખાતે 350 જેટલી બોટો લગાવવામાં આવી છે તો જે માછીમારો દરિયો ખેડી રહ્યા છે તેઓને પણ સૂચના આપવામાં આવી છે.

તો બીજી બાજુ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. 4600 ફિશીંગ બોટોમાથી 2500 જેટલી બોટો દરિયા કાંઠે પરત આવી ગઈ હતી. આજે સવારથી જ દ્વારકા જીલ્લામાં વાદળ છાયા વાતાવરણ સાથે ભારે પવન ફુંકાઈ રહ્યા છે અને પવનના કારણે ધૂળની ડમરીઓ સાથે ભડકેશવર નજીક દરિયામાં ભારે મોઝા ઉછળતા જોવા મળ્યા હતા. 5 થી 7 ફૂટ જેટલા ઊંચા મોઝા ઉછળતા દરિયા કાંઠે જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં પણ આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સાથે પવનની ગતિમાં પણ વધારો થયો છે. રસ્તાઓ પર વાહન ચાલકોમાં ભાર પવનને લઈ ભારે મુશ્કેલીઓનો સામેનો કરવો પડી રહ્યો છે.

Your email address will not be published.