અમદાવાદમાં વૃદ્ધની સાથે ઝગડો કરી અઢી લાખની રોકડ લૂંટી લેવાઈ

| Updated: August 1, 2022 11:25 am

અમદાવાદઃ શહેરના વૃદ્ધો માટે શહેર સલામત રહ્યુ લાગતું નથી. ઘરે એકલા રહેનારા વૃદ્ધો તો ચોરોના લક્ષ્યાંક પર હોય છે, પરંતુ હવે રસ્તા પર પણ તેમને લૂંટી લેવામાં આવે છે. પાલડી વિસ્તારમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધને આ રીતે રસ્તા પર થયેલી માથાકૂટમાં ત્રણ જણાએ તેની પાસેથી અઢી લાખ લૂંટી લીધા હતા.

પાલડીના સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં રહેતા કિશોર શાહ આંબાવાડીની એસબીઆઇની ઝોનલ ઓફિસમાં ચેનલ મેનેજર ફેસિલિટેટર તરીકે કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે પાલડીમાં રહેતા તેમના મિત્ર પંકજ જોશીએ તેને નવરંગપુરા ખાતે સીજી રોડ પર ઇસ્કોન આર્કેડમાં આવેલી એચએમ આંગડિયા ખાતેની પેઢીમાંથી અઢી લાખ રોકડા રૂપિયા લઈને આવવા જણાવ્યું હતું.

મિત્રના કહેવાથી તેઓ 27 જુલાઈના રોજ આંગડિયા ફર્મ ખાતે ગયા હતા અને નાણા મેળવ્યા હતા. નાણા લીધા પછી તે બોડીલાઇન ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તેમણે પછી તેમનું સ્કૂટર પરિમલ અંડરપાસ તરફ વાળ્યું હતું. તેઓ ત્યાંથી સુવિધા ચારરસ્તા તરફ વળ્યા હતા. તે સમયે મોટરસાઇકલ પર બેસનાર વ્યક્તિએ તેમનો પીછો કરવાનો શરૂ કર્યો હતો અને તેમની સામે બૂમો પાડી હતી.

શાહે જણાવ્યું હતું કે તે વ્યક્તિએ તેમના પર મોટરસાઇકલ તેમને અડાડીને જવાનો આરોપ મૂક્યો હતો. શાહે તેમનું સ્કૂટર રોડની બાજુએ પાર્ક કર્યુ અને તે વ્યક્તિ સાથે વાત કરવા ગયા. આ દરમિયાન બીજી બે વ્યક્તિ મોટરસાઇકલ પર આવી અને શાહનું સ્કૂટર ચેક કરવા લાગી.

શાહે જણાવ્યું હતું કે આ બે જણાએ તેમના સ્કૂટરમાંથી રૂપિયાવાળી થેલી કાઢી નાખી હતી. તેમણે એફઆઇઆરમાં જણાવ્યું હતું કે તેમણે રૂપિયા ભરેલી બેગ લઈ જતા તે બે જણાને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ બાઇક ચાલુ જ રાખ્યુ હતુ અને તેના પગલે શાહે બેગ પકડી હોવાથી તેઓ તેમની પાછળ ઘસડાયા હતા અને પડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે આ બે વ્યક્તિની સાથે તે ત્રીજી વ્યક્તિએ તેમની સાથે રસ્તા પર ઝગડો કર્યો હતો અને પછી તે ત્યાંથી ભાગી ગયા હતા. આ ઝગડામાં શાહને ઇજા પણ થઈ હતી. શાહે પછી શનિવારે પોલીસમાં જઈ આ ત્રણેય વ્યક્તિઓ સામે લૂંટ અને મારામારીની ફરિયાદ નોંધાવી હતી.

Your email address will not be published.