આણંદઃ ઉમરેઠ તાલુકાના ખંભોળજ, સીલી, દાગજીપુરા વિસ્તારમાંથી આકાશમાં ધાતુના ગોળા જેવી વસ્તુ પડતા લોકોમાં ફફડાટ મચ્યો છે. તેના લીધે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ છે. પ્રાથમિક અંદાજ મુજબ સેટેલાઇટના કોઈ ભાગમાંથી આ દડા જેવો ધાતુનો ગોળો પડ્યો હોવાનું માનવામાં આવે છે. આ અંગે તપાસ ચાલી રહી છે.
આણંદ જિલ્લાના ઉમરેઠ અને ભાલેજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા આકાશમાંથી ધાતુના ગોળા જેવી વસ્તુ પડી છે. આણંદ જિલ્લાના જીતપુરા, દાગજીપુર અને ખાનકુવા ગામે આકાશમાંથી ભારેખમ ગોળા જેવી વસ્તુ પડી છે.
પોલીસના જણાવ્યા મુજબ આકાશમાંથી પડેલી આ વસ્તુ સેટેલાઇટમાંથી છૂટો પડેલો કોઈ પદાર્થ છે. આ અંગે ચકાસણી વિભાગ અને સંલગ્ન એજન્સીઓને જાણ કરવામાં આવી છે. તેના લીધે કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી. સોલી ગામમાં કાચા મકાન પર આ પ્રકારનો દડો પડતા સામાન્ય નુકસાન થયું છે. આ સાથે ખંભોળજ, ભાલેજ પોલીસે સ્થળ પર પહોંચી આકાશમાંથી પડેલા આ ગોળ દડાને કબ્જે લીધા છે. આ દડા શેના છે તેની તપાસ ચાલી રહી છે.