સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ ગળે ફાંસો ખાઈ આમહત્યા કરી

|gujarat | Updated: June 23, 2022 10:09 pm

મૃતક પાસેથી નોટ મળી આવી, મૃતક તેના દીકરાના હત્યાના પ્રયાસના ગુનામાં પકડાયો હતો

અમદાવાદ :
અમદાવાદ મધ્યસ્થ જેલના કાચા કામના કેદીએ 21મી જૂનના રોજ બપોરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. વટવા GIDCમાં પોતાના જ દીકરાના હત્યાના પ્રયાસમા તાજેતરમાં તેની ધરપકડ થઈ હતી. મૃતકને ગુજરાતી લખતા ન આવડતું હોવા છતાં તેની પાસેથી એક કાગળ મળી આવ્યું છે જેમાં મનર મારી પત્નીએ ખોટી રીતે ફસાવ્યાનો ઉલ્લેખ કર્યો છે. આ અંગે રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સાબરમતી મધ્યસ્થ કાચા કામની જેલ બેરક નંબર 2માં કાચા કામના કેદીએ 21મી જૂનના રોજ બપોરે એક કેદીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મૃતક ના વિરુદ્ધમાં વટવા GIDC પોલીસ સ્ટેશનમા હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. દિપક આહિરેએ બેરેક નંબર 2 ના બાથરૂમમાં ટી શર્ટથી ગળે ફાંસો ખાધો હતો. આ બનાવની ઉચ્ચ અધિકારીઓ ને જાણ થતા તેવો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

આમહત્યા મામલે પોલીસ તપાસ દરમ્યાન મૃતક પાસેથી એક મૃત્યુ પહેલા લખેલી નોટ પણ મળી આવી હતી. જેમાં મૃતક ના પત્ની સાથે પારિવારિક ઝગડા અને અન્ય કેટલાક બાબતો નો ઉલ્લેખ કર્યો છે. થોડા દિવસ અગાઉ તેની સામે તેના બાળકની હત્યાના પ્રયાસનો ગુનો દાખલ તેની પત્નીએ જ નોંધાવ્યો હતો. જેના કારણે લાગી આવતા દીપકે આત્મહત્યા કરી છે. જોકે તેને ફસાવ્યો હોવાનું પોલીસ માની રહી છે. થોડાક વર્ષો પહેલા પરિણીત મહિલા સાથે દીપકે લગ્ન કર્યા હતા અને પહેલા પતિના દીકરાને પણ સ્વીકાર્યો હતો. બધા પરિવાર સાથે રહેતા હતા.

હાલમાં પોલીસે મૃતક પાસેથી મળી આવેલ નોટના આધારે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Your email address will not be published.