સુરતમાં કોરોનાએ મચાવ્યો કાળો કહેર, સેંકડો પરિવાર કોરોના સંક્રમિત

| Updated: January 14, 2022 7:49 pm

રાજયમાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને તેની સાથે જો સુરતની તો સુરતમાં પણ કોરોના કેસોમાં સતત આંકડાઓમાં વધારો જોવા મળી રહ્યો છે અને આ આંકડાઓમાં જોઇને તમે ચોંકી જશો.

એક જ પરિવારમાં એક કરતાં વધુ લોકો સંક્રમિત થવાના કિસ્સા વધ્યા છે અનેક પરિવારોમાં એકથી વધારે લોકોમાં કોરોનાની સંક્રમણ જોવા મળી રહ્યું છે.ચાર કરતા વધુ લોકો સંક્રમિત થયા હોય એવા 62 પરિવાર જોવા મળે છે.

શહેરમાં કોરોના વિસ્ફોટની સ્થિતિનું નિર્માણ થયું હોવાનું સામે આવ્યું છે. એક જ પરિવારમાં એક કરતાં વધુ લોકો સંક્રમિત થવાના કિસ્સા વધ્યા છે અને તેની સાથે ચાર કરતા વધુ લોકો સંક્રમિત થયા હોય એવા 62 પરિવાર નોંધાયા છે. તો ત્રણ પોઝિટિવ કેસ હોય એવા 101 પરિવાર સામે આવ્યા હોવાનું સામે આવેલ છે. બે પોઝિટિવ કેસ હોય એવા 546 પરિવાર છે. અને આગામી 15 દિવસ સુરતવાસીઓ માટે અત્યંત કપરા છે તેવા અનેક નિષ્ણાતો દ્નારા માહિતી આપવામાં આવી છે.

કોમોર્બીડ પેશન્ટો રિવર્સ હોમ આઇસોલેશનમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે અને સાથે જ કોવિડ 19ની ગાઈડ લાઈનનું પાલન કરવા પાલિકાની અપીલ કરવામાં આવી અને કામ વગર બહાર ન જાવા માટે વિંનતી કરવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેરમાં હેલ્થ વર્કરો મુશ્કેલીમાં મુકાયા છે. નવી સીવીલમાં તબીબો અને નર્સ સહિતનો સ્ટાફ સંક્રમિત થયો છે અને તે આ સમયમાં ધાતક સમાચાર ગણી શકાય છે 28 રેસિડેન્ટ ડોકટર, 19 નર્સિંગ સ્ટાફ સહિત 74 કર્મીઓ સંક્રમિત થયાની માહિતી મળી રહી છે.

Your email address will not be published.