Site icon Vibes Of India

ઇન્કમટેક્સ વિભાગે રાજકોટ સહકારી ડેરીને 103 કરોડના નાણાકીય વ્યવહાર અંગે 173 કરોડની નોટિસ ફટકારી

ઇન્કમટેક્સ વિભાગે 103 કરોડના નાણાકીય વ્યવહાર અંગે રાજકોટ સહકારી ડેરીને 173 કરોડની નોટિસ ફટકારી છે. જે ઘટનાને પગલે ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળીને રજૂઆત કરી છે. આ ઉપરાંત આ નોટિસ અંગે તેમણે સહકાર વિભાગના મંત્રીને પણ રજૂઆત કરી છે. ડેરી પરરજાના દિવસોમાં 103 કરોડનો રોકડમાં વ્યહાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ અંગે ડેરીએ ઇન્કમટેક્સ વિભાગની અપીલમાં તમામ માહિતી આવવાની વાત કરી છે.

ઇન્કમટેક્સ વિભાગના દાવા મુજબ રાજકોટ ડેરી દ્વારા ગત 2018-19ના વર્ષમાં શનિ-રવિની જાહેર રજામાં 103 કરોડનો રોકડ વ્યવહાર થયો હતો. ડેરી દ્વારા કરવામાં આવેલ આ રોકડ વ્યવહાર સામે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 173 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે. આથી કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહને મળી રજૂઆત કરવામાં આવી છે. આ અંગે ગોરધન ધામલિયાએ બચાવ કરતા કહ્યું હતું કે શનિ અને રવિવારે બેંકો બંધ રહેતી હોવાથી અમારા દ્વારા રોકડ વ્યવહાર કરવામાં આવ્યો હશે. પરંતુ એ રોકડ વ્યવહાર અમારા દ્વારા 8 મહિના પહેલા જ બંધ કરી દેવામાં આવ્યો છે.