INDIA: નૌસેનાની વધશે હવે તાકાત, ભારતે કર્યું બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું સફળ પરીક્ષણ

| Updated: January 11, 2022 5:47 pm

ભારતે આજના દિવસે પશ્ચિમી કિનારે ભારતીય નૌકાદળના વિનાશક યુદ્ધ જહાજ INS વિશાખાપટ્ટનમમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ હોવાની માહિતી મળી રહી છે.અને આ મિસાઈલનું પરીક્ષણ સી-ટુ-સી’ પ્રકારનું કરવામાં આવ્યું છે.અને તેની સાથે જ આ સંપૂર્ણ સટીકતાથી ટાર્ગેટ જહાજને હિટ કરવામાં આવ્યું છે. નૌકાદળના સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ચીન અને પાકિસ્તાનની સરહદ પર સતત તણાવ ચાલી રહ્યો છે.ત્યારે આ ભારત દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે.

આ પહેલા 8 ડિસેમ્બરે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસ એર-ટુ-એર વેરિઅન્ટનું ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું હતું અને આ માહિતી સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા આપવામાં આવી છે.

બ્રહ્મોસ મિસાઈલની શું છે વિશેષતાઓ?
બ્રહ્મોસ મિસાઈલની સટીકતા તેને વધુ ઘાતક બનાવી શકે છે અને સાથે જ આ દુશ્મનના રડારથી બચવામાં પણ કુશળ જોવા મળે છે.અને તેની સાથે આ મિસાઇલને રશિયા અને ભારતના સંયુક્ત પ્રોજેક્ટને લઇ કરવામાં આવી છે.આ મિસાઇલ 21મી સદીમાં ધાતક કહી શકાય અને સાથે જ આ મિસાઈલ 4300 કિમી પ્રતિ કલાકની ઝડપે દુશ્મનની જગ્યાને નષ્ટ કરી શકે છે. તે 400 કિમીની રેન્જમાં દુશ્મનને નિશાન બનાવી શકાય છે.

ટૂંક સમયમાં અહીં બ્રહ્મોસ મિસાઈલ બનાવવામાં આવશે.અને આ પહેલા જ રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા.તેમણે કહ્યું હતું કે બ્રહ્મોસ મિસાઈલ, અન્ય સંરક્ષણ ઉપકરણો અને હથિયારો બનાવી રહ્યા છીએ, તેને વિશ્વના કોઈપણ દેશ પર હુમલો કરવા માટે નથી બનાવામાં આવ્યા અને સાથે જ તેમણે ઉમેર્યું હતું કે ભારત પાસે શક્તિ હોવી જોઈએ જેના કારણે કોઇ દેશ ભારતની સામે નજર ખરાબ કરેકે પછી કોઇની હિંમત ના હોવી જોઇએ.

Your email address will not be published.