ભારતીય સેના: ચીન અરુણાચલ સરહદ નજીક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે…

| Updated: May 17, 2022 5:02 pm

ભારતીય સેનાના (Indian Army) ઈસ્ટર્ન કમાન્ડના પ્રમુખે સોમવારે જણાવ્યું કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) અરુણાચલ પ્રદેશમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતા વધારવામાં વ્યસ્ત છે.

કલિતાએ જણાવ્યું કે, ચીની સત્તાવાળાઓએ LAC ની નજીક સરહદી ગામો બનાવ્યા છે જેનો ઉપયોગ બે હેતુઓ માટે થઈ શકે છે. તિબેટમાં લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ  (LAC) ની આજુબાજુ, ઘણો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ ચાલી રહ્યો છે. બીજી બાજુ સતત તેમની રોડ, રેલ અને એર કનેક્ટિવિટી તેમજ 5G મોબાઇલ નેટવર્કને અપગ્રેડ કરી રહી છે જેથી તેઓની પરિસ્થિતિનો પ્રતિસાદ આપવા અથવા દળોને એકત્ર કરવાની સ્થિતિ સારી થશે.

ઈસ્ટર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, લેફ્ટનન્ટ જનરલ આર પી કલિતાએ કહ્યું કે, ભારતીય પક્ષ પણ સરહદ પર ઊભી થઈ શકે તેવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તેના માળખાકીય સુવિધાઓ અને ક્ષમતાઓને સતત અપગ્રેડ કરી રહ્યું છે. ભારતીય સૈન્ય કમાન્ડરે સ્વીકાર્યું કે આગળના સ્થળોએ ક્ષમતાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારતી વખતે ભૂપ્રદેશ અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ સૌથી મોટો પડકાર છે, જેના કારણે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વિલંબ થાય છે.

કલિતાએ જણાવ્યું કે, ભારત અને ચીન વચ્ચેની સરહદ અંગે અલગ-અલગ ધારણાઓ ઊભી થઈ છે કે જેના પર બંને પક્ષો સહમત નથી. જ્યારે મોટા ભાગના સમયે, હાલની મિકેનિઝમ્સ દ્વારા પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં આવે છે. એકવાર સીમાનું યોગ્ય રીતે સીમાંકન થઈ જશે પછી કોઈ સમસ્યા થશે નહીં. જો કે, 1962ના યુદ્ધ પછી ઘૂસણખોરીનો કોઈ કેસ સામે આવ્યો નથી.

કલિતાએ ઉમેર્યું, “પૂર્વીય સરહદ પર અસંખ્ય પડકારો છે. અમે અનુકરણીય વ્યાવસાયિકતા અને બહાદુરી દર્શાવી છે. છેલ્લું એક વર્ષ અત્યંત ઘટનાપૂર્ણ રહ્યું છે અને અમે તમામ પડકારોને પહોંચી વળવા આગળ વધી રહ્યા છીએ. અમે ભવિષ્યમાં તમામ પડકારોનો સામનો કરવા તૈયાર છીએ.”

તેમણે કહ્યું કે ભારત-ચીન સરહદ માટે ભારતીય સેના (Indian Army) પાસે એક મજબૂત મિકેનિઝમ છે. આમાં દ્વિપક્ષીય કરારો અને તણાવ ઓછો કરવા અને શાંતિ અને સુલેહ-શાંતિ જાળવવા વિવિધ પ્રોટોકોલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: INDIA: નૌસેનાની વધશે હવે તાકાત, ભારતે કર્યું બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું સફળ પરીક્ષણ

Your email address will not be published.