ભારતની આઇકોનિક ક્રિકેટ લીગ ” VPL 5″ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું ટ્રોફીનું લોકાર્પણ

| Updated: April 1, 2022 5:26 pm

વેલિયન્ટ પ્રીમિયર લીગની ૫મી સિઝન આવતા મે મહિનામાં રમાશે. ટ્રોફીના લોકાર્પણ બાદ ,વિપુલ નારીગરાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને તેમના ઑટોગ્રાફ એડિશન વાળું સ્પેશ્યલ ક્રિકેટ બેટ ગિફ્ટ કર્યું.

વેલીયન્ટ ક્રિકેટ કે જે 2011 થી રૂરલ લેવલના ક્રિકેટરોને પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયાસ કરે છે, રૂરલ લેવલના ક્રિકેટરો માટે કામ કરતું એક માત્ર એવું વેલીયન્ટ છે જેમાં ક્રિકેટની સાથે ભારતીય ટીમના લેજન્ડ ખેલાડી અને ભારત તરફથી વર્લ્ડકપ ૧૯૮૭ માં પ્રથમ હેટ્રીક લેનાર ચેતન શર્મા પણ જોડાયા હતા, તેમને પણ રૂરલ લેવલના ખેલાડીઓને વડોદરા ખાતે કેમ્પમાં માર્ગદર્શન પૂરું પાડયું હતું. ત્યારબાદ એશિયા કપ ૧૯૮૪ માં પ્રથમ વિજય અપાવનાર સુરીન્દર ખન્નાએ પણ વેલીયન્ટ ક્રિકેટના અભિગમને સહકાર આપ્યો છે અને હાલ પણ તેઓ વેલીયન્ટ ક્રિકેટ સાથે જોડાયેલા છે સાથે સાથે બૉલીવુડ અને ભારતીય ટિમના ઘણા લોકો પણ અભિગમને આવકારીને વેલીયન્ટ ક્રિકેટ સાથે જોડાયા છે , વેલીયન્ટ ક્રિકેટમાં રૂરલ લેવલના ખેલાડીઓ માટે ખૂબ સારું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. જેમાં વેલીયન્ટ પ્રીમિયર લીગ થકી ખેલાડીઓને પણ લોકો ઓળખતા થયા છે, VPL-વેલિયન્ટ પ્રીમિયર લીગ એ 20 ઓવરની લીગ છે. આ લીગની સ્થાપના વેલિયન્ટ ક્રિકેટ દ્વારા 2012માં કરવામાં આવી હતી.

જો વેલીયન્ટ પ્રીમિયર લીગની વાત કરીએ તો પ્રથમ વેલીયન્ટ પ્રીમિયર લીગ ભોપલ ખાતે ૨૦૧૪ રમાય હતી જેની ટ્રોફી નું અનાવરણ ભોપાલના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું ભોપાલ ખાતે રામાયેલ વેલીયન્ટ પ્રીમિયર લીગ દૂરદર્શન સ્પોર્ટ્સ પર લાઈવ પ્કરસારણ કરવામાં આવી હતી , તે વિ.પી.એલ સીઝન ૧ ને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવામાં આવ્યો હતો .

ત્યારબાદ બીજી વેલીયન્ટ પ્રીમિયર લીગ વડોદરા ખાતે ૨૦૧૬ માં રમાય હતી જેની ટ્રોફીનું અનાવરણ ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર ચેતન શર્માના હસ્તે કરવામાં આવ્યું હતું જ્યારે 3જી વેલીયન્ટ પ્રીમિયર લીગ ગ્વાલિયર ખાતે ૨૦૧૭-૨૦૧૮ માં રમાઈ હતી જેમાં સચિન તેંડુલકર એ 200 રન કર્યા હતા તે મેદાન ખાતે રમાઈ હતી જેની ટ્રોફીનું લોન્ચિંગ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તન્મય વેકરિયા એટલે કે બાઘા બોયએ કર્યું હતું જ્યારે 4 થી વેલીયન્ટ પ્રીમિયર લીગનું આયોજન દમણ ખાતે ૨૦૧૯ માં કરાયું હતું. જેની ટ્રોફી બૉલીવુડના મશહૂર સિંગર અને મ્યુઝિક ડાયરેક્ટર મિત બ્રોસના હસ્તે કરવામાં આવ્યું હતું

આવનારી 5મી સિઝનની ટ્રોફીનું અનાવરણ ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વેલીયન્ટ ક્રિકેટર વિપુલ નારીગરાના હસ્તે ગુજરાત ખાતે આવનાર મે મહિનામાં કરવામાં આવ્યું છે.

વેલીયન્ટ પ્રીમિયર લીગમાં 5 ટિમો ભાગ લેતી હોય છે. આ 5 ટિમ માટે ખેલાડીઓનું પ્લેયર્સ ડ્રાફ્ટ કરવામાં આવે છે. જે પ્લેયર્સ ડ્રાફ્ટ નેશનલ ટેલીવિઝનમાં બ્રોડકાસ્ટ કરવામાં આવે છે, અને આ પ્લેયર્સ ડ્રાફ્ટમાં બૉલીવુડના મશહૂર સેલિબ્રિટી એક એક ટિમને સપોર્ટ કરતા હોય છે અને ક્રિકેટરોની પસંદગી પ્લેયર્સ ડ્રાફ્ટ દ્વારા કરતા હોય છે.

વેલિયન્ટ પ્રીમિયર લીગ, જે 20 ઓવરની લીગ છે, જે ગુજરાતની સૌથી લોકપ્રિય લીગમાંની એક છે, વીપીએલમાં પાંચ ટીમો હોય છે દરેક ટીમ એક બીજા સાથે રમે છે, દરેક ટીમ ચાર લીગ મેચ રમશે અને ટોચની બે ટીમો ફાઇનલમાં ટકરાશે. જે ખેલાડીઓ વેલીયન્ટ પ્રીમિયર લીગ રમે છે તેમાંથી ઘણા ખેલાડીઓ હાલ ખુબ લોક ચાહના પામ્યા છે.

Your email address will not be published.