સાણંદના મટોડા ગામમાં અંધાધુધ ફાયરીંગ, ત્રણ ઇજાગ્રસ્ત

| Updated: January 22, 2022 1:53 pm

સાણંદ તાલુકાના મટોડા ગામમાં કારમાં આવેલા અજાણ્યા શખ્સો અંધાધુધ ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતા, ફાયરીંગમાં ત્રણ લોકોને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે, ગોળીબારને પગલે નાના એવા મટોડા ગામમાં નાસભાગ મચી જવા પામી હતી, ઘટનાની જાણ થતાં સાણંદ પોલીસ અને ડીવાયએસપી કે.ટે.કામરીયા સહિતનો કાફલો દોડી આવ્યો હતો. ત્રણ લોકો ઘાયલ થતાં તેમને તાત્કાલીક 108 દ્રારા બાવળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, આ અંગે પોલીસ ગુનો નોંધી અજાણ્યા શખ્સોની શોધખોણ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે સાણંદ પાસેના મટોડા ગામમાં કારમાં અજાણ્યા શખ્સો આવ્યા હતા અને હાજર લોકો કંઇ પણ સમજે તે પહેલા બેફામ ગોળીબાર કર્યો હતો. ગોળીબાર કરતા નાસભાગ મચી જવા પામી હતી, ઉપરા-છાપરી ફાયરીંગ કરી કારમાં આવેલા અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતા. ગોળીબારમાં ત્રણ લોકોને ઇજા પહોચીં હતી, જેથી તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. હાજર લોકોએ 108ને જાણ કરતા 108ની ટીમ દોડી આવી હતી. ઘાયલ ત્રણેય લોકોને સારવાર માટે બાવળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં સાણંદ પોલીસ તેમજ ડીવાયએસપી કે.ટી.કામરીયા સહિતનો કાફલો દોડી ગયો હતો, પોલીસે તપાસ કરતા જમીનની અદાવતમાં ફાયરીંગ કરાયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું, પોલીસે એફ.એસ.એલની મદદ લીધી હતી. પોલીસને ઘટના સ્થળેથી કેટલાક ફુટેલા કારતુસના ખોખા મળી આવ્યા હતા. પોલીસે ઘાયલ લોકોના પરિવારજનો ના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે સ્થાનિક લોકોની પુછપરછ કરતા જમીન વિવાદમાં અથવા અંગત અદાવતમાં ફાયરીંગ કરાયું હોવાની વિગતો જાણવા મળી હતી. હાલમાં પોલીસે આ અંગે ગુનો નોંધી ફાયરીંગ કરનાર અજાણ્યા શખ્સોની ધરપકરડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.

અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી કે ટી કામરીયાએ જણાવ્યું હતું કે, આ પરિવાર ચરાડવાથી મેલડી માતાજી લાવેલા હતા અને માતાજીને રજા વગર ધોળકાથી મટોડા ગામ લઇ આવ્યા હતા. આ બાબતનો રોષ રાખી ઝઘડો કર્યો હતો. તેમજ સાથે લાવેલી જામગરીથી હુમલો કરી દીધો હતો. આ અંગે ગુનો નોંધાયો છે.

આ અંગે રજણીત કનુભાઈ ચુનારાએ ફરિયાદ નોંધાવી છે. પપ્પુ ભાનુભાઈ ચુનારાએ ફાયરિંગ કર્યું હતું. અન્ય બીજા 6 આરોપી કુટુંબીજનો જ છે. 7 આરોપી ચરિયાણા અને 1 આરોપી ડોગલીપુરા બાવળાના છે. બે કારમાં આવેલા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે.ઇજાગસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. જમીન વિવાદને લઇને ફાયરિંગ થયું હોવાનું અનુમાન છે. બે થી 3 રાઉન્ડ ફાયરીંગ થયુ હોવાની આશંકા છે.

Your email address will not be published.