બોઝ અને પટેલ વચ્ચે વારસાઈનો ખટરાગ

| Updated: February 24, 2022 4:49 pm

આઝાદી ની ચળવળમાં સાહસ, જુસ્સા અને ક્રાંતિ ના સમન્વય તરીકે જો કોઈ નામ સૌથી પહેલા આવે તો તે સુભાષ ચંદ્ર બોઝનું જ હશે. સુભાષ ચંદ્ર બોઝ કરતા નેતાજીના હુલામણા નામ થી ઓળખાયેલા દેશના આ સપૂત નો જન્મ ૨૩ જાન્યુઆરી, ૧૮૯૭ ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. જાપાનથી લઈ જર્મની, રશિયા, અફઘાનિસ્તાનમાં પઠાણ થી લઇ રંગૂન, સિંગાપુર જેમ અનેક દેશ માં ભારતની સ્વતંત્રતા માટે આંતરરાષ્ટ્રીય બળ ભેગુ તેઓ ખૂંદી વળ્યા હતા. અનેક દેશો માં તેમના રાજકીય સંબંધો વિશે તો આપણે અનેકવાર વાંચ્યું છે પરંતુ શું તમને ખબર છ, નેતાજીનો ગુજરાત સાથે પણ ખાસ સંબંધ રહ્યો છે.

નેતાજી અને વલ્લભભાઈ પટેલ વચ્ચેનો ખટરાગ

આપણામાંથી ઘણા લોકોએ વસિયત માટે એક જ પરિવારના લોકોને એકબીજા સાથે લડતા ઝગડતા જોયા હશે, પરંતુ શું તમને ખબર છે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને વલ્લભભાઈ પટેલ વચ્ચે પણ વસિયતના કારણે બોમ્બે હાઈ કોર્ટમાં ખટરાગ ઊભો થયો હતો? આ વાત નો મુસ્સદો એવો હતો કે, વલ્લભભાઈના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલના આખર સમયમાં સુભાષ ચંદ્ર બોઝ એ તેમની કાળજી લેવા માટે જોડે રહ્યા હતા, દેશ પ્રત્યેની નેતાજીની નિષ્ઠા અનુભવીને વિઠ્ઠલભાઈ એ તેમની આખરી વસિયતમાં મિલકતનો કેટલોક હિસ્સો સુભાષ ચંદ્ર બોઝ તરફ દેશ હિતના ઉજ્જવળ ભવિષ્ય તરફ વાપરવાના આશયથી લખવામાં આવ્યો હતો. વારસાઈના આ નિર્ણયને પડકારતો કેસ બોમ્બે હાઈ કોર્ટમાં વલ્લભભાઈ એ દાખલ કર્યો અને લાંબા સમયની વાટાઘાટો પછી અંતે સરદાર વલ્લભભાઈ પટેલનો પક્ષ આ કેસમાં જીત્યો.

Read more : The Forgotten Strife Between Netaji And Patel

Subhash Chandra Bose and Vitthalbhai Patel (Vallabhbhai Patel’s Brother)


In the event: of my death in Europe I desire that Mr. Subhash Chandra Bose shall take charge of my body and make the necessary arrangements for sending it to Bombay for cremation on the Chaupaty Sands along side the place where the late Lokamanya Bal Gangadhar Tilak’s body was cremated.


The balance of my assets after the disposal of the above mentioned four gifts is to be handed over to Mr. Subhash Chandra Bose (son of Janaki Bose) of 1 Woodburn Park, Calcutta to be spent by the said Mr. Subhash Chandra Bose or by his nominee or nominees according to his instructions for the political uplift of India and preferably for publicity work on behalf of India’s cause, in other countries.

વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલની વસિયતના શબ્દો

આ વાતને પાંચ વર્ષ બાદ ૧૯૩૮ માં મહાત્મા ગાંધીજીએ નેતાજીનું નામ કોંગ્રેસના ૫૧ માં અધિવેશન હરીપુરા, સુરત ખાતે પ્રમુખ તરીકે સૂચવ્યું, વલ્લભભાઈ પટેલના વિરોધ છતાં હરીપુરા ખાતે નેતાજીના પ્રભાવદાર ભાષણ પછી તેમની કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી, સુરતના હરીપુરા ખાતે ૫૧ મુ અધિવેશન હોવાના પ્રસંગે, સુભાષ ચંદ્ર બોઝ નું રથને ૫૧ બળદ થી જોતરીને તેમાં નેતાજી ને બેસાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.


Gandhiji, Netaji, Sardar Vallabhbhai Patel at Haripura congress session

જોકે માત્ર આટલેથી જ આ બંને નેતાઓ વચ્ચે ની તકરાર સમી નહતી. વલ્લભભાઈ પટેલ સુભાસચંદ્ર ના આક્રમક શૈલીના વિરોધી હતા, નેતાજીના કોંગ્રેસ પ્રમુખ બન્યા પછી બીજા વિશ્વ યુધ્ધ ના ભણકારા શરૂ થઈ ગયા હતા. નેતાજી આ તલીફમાંથી નો લાભ લઈને બ્રિટિશ સરકારને ભીંસમાં લઈ ને આઝાદી આપવા મજબૂર કરવા માંગતા હતા, એ માટે તેઓ આક્રમક અભિગમ નો ઉપયોગ શસ્ત્રો થકી પણ લેવા માંગતા હતા. પરંતુ અહિંસા ની વિચારસરણી ધરાવતા પટેલ-ગાંધી એ આસહમતી દર્શાવી, અંતે નેતાજી એ પોતાની સ્વતંત્રતા વિચારધારાને આગળ ધપાવવા કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું અને નવી સંસ્થા ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી જે આગળ જતાં એક નવી પાર્ટી તરીકે ઉભરી આવી.

Your email address will not be published.