સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપીની સરકારી બોલેરોમાં દારુ કેસમાં ઇન્ચાર્જ અધિકારી સામે ઇન્કવાયરી શરુ

| Updated: June 13, 2022 8:02 pm

બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાનથી આવી રહેલી અમદાવાદ સીડીઆઈ ક્રાઈમના ડીવાયએસપીની સરકારી બોલેરોને પોલીસે રોકી હતી. આ સરકારી બોલેરોમાંથી 17 પેટી વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. દારુ અંગે ગુનો નોધી પોલીસે સીઆઇડી ક્રાઇમની બોલેરો જપ્ત કરી, ડ્રાઇવરની ધરપકડ કરી હતી. સીઆઇડી ક્રાઇમના ઇન્ચાર્જ ડીવાયએસપી પાસે બોલેરો હતી તેની સામે સીઆઇડી ક્રાઇમના વડાએ તપાસ તપાસ સોંપી છે. હવે જોવાનું રહેશે કે કાર્યવાહી થશે કે પછી મામલો થાળે પાડી દેવામાં આવશે. તાજેતરમાં ટ્રાફિકના પોલીસકર્મીઓ દારુની મહેફીલ માણતા પકડાયા હતા તે પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ફક્ત નામની દારુ બંધી છે અને દારુ બિન્ધાસ્ત આવે છે તે સ્પષ્ટ છે.

બનાસકાંઠા પોલીસે સરકારી બોલેરોમાં દારૂની હેરાફેરી કરવા બદલ ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને પકડી પાડ્યા હતા. સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપીનો ડ્રાઈવર રાજસ્થાન ગયો હતો અને ત્યાંથી દારૂ લઈને ગુજરાતમાં ગાંધીનગર અમદાવાદ લાવતો હતો. દરમિયાન પાંથવાડા પોલીસે સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપીની બોલેરો ચલાવનાર ડ્રાઇવર વિષ્ણુભાઇ ચૌધરી અને જયેશ ચૌધરીની ધરપકડ કરી હતી.

જોકે આ ડ્રાઇવેર કેટલી દારુની ખેંપ મારી અને કોને કોને દારુ આપતો હતો તે હજુ પણ જિલ્લા પોલીસ શોધી શકી નથી. બીજી તરફ સીઆઇડી ક્રાઇમના વડાએ ખાતાકીય તપાસ હાથ ધરવાના આદેશ કર્યા છે. જેમાં ઇન્ચાર્જ ડીવાયએસપી પાસે જે બોલેરો હતી તે કોની પરવાનગીથી ફરતી હતી અને અન્ય કોઇ તેની સાથે સંકળાયેલું છે કે, પછી કોની બેદરકારીથી દારુ લાવતો હતો તે અંગે તપાસ સોંપવામાં આવી છે.

Your email address will not be published.