આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: યોગને લોકપ્રિય બનાવવામાં વિદેશ સ્થિત ભારતીયોનું પણ યોગદાન

| Updated: June 21, 2022 9:53 am

ભારત સહિત દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઇ રહ્યો છે. વર્ષ 2015થી દર વર્ષે 21 જૂનના રોજ તેની ઉજવણી કરવામાં આવે છે અને આ વિચારને સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં તેમના 2014ના ભાષણમાં રજૂ કર્યો હતો.

આઈવાયડી 2022ના દિવસે ભારતીય ડાયસ્પોરામાંથી કેટલાક યોગનો પ્રચાર કરનારાઓ વિશે જાણીએ,જેમણે સમગ્ર વિશ્વમાં યોગનો પ્રચાર કરીને પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું છે.


તેજલ પટેલ


માર્ચ 2020માં કોરાનાના કારણે લોકડાઉન આવ્યું તે પહેલા મેનહટનના બેટરી પાર્કમાં યોગ શીખવતી તેજલ પટેલ હવે તેની વેબસાઇટ “તેજલ યોગ” પર શીખવે છે
વેબસાઇટ અનુસાર, તેજલ પટેલ પ્થમ પેઢીની ભારતીય-અમેરિકન, ત્રણ પુત્રીઓમાં સૌથી નાની, ડાબોડી, ધનુ યોગ અને માઇન્ડફુલનેસ એજ્યુકેટર છે.તે ઝૂમ દ્વારા યોગ શીખવે છે અને “યોગ ઇઝ ડેડ” નામનું પોડકાસ્ટ હોસ્ટ કરે છે. યુઝરનેમ “tejalyoga” સાથે, ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ 26,000 ફોલોઅર્સ છે.


ડેવિડ રામચારન

ડેવિડ રામચરણ યોગ પ્રશિક્ષક અને થાઇ મસાજ થેરાપિસ્ટ છે અને તેઓ 2015થી યોગ શિખવાડે છે.તે જ વર્ષે તેમણે કેરળના શિવાનંદ આશ્રમમાં 200 કલાકની શિક્ષક માટેની તાલીમ પૂરી કરી હતી. ત્યારબાદ તેઓ ન્યૂયોર્ક ગયા અને ધર્મયોગની 500 કલાકની તાલીમ પૂરી કરી.
રામચરણે 800 કલાકની ધર્મ તાલીમ પણ લીધી છે, જેમાં આસન, માનસિક વિકાસ અને નિંદ્રાનો સમાવેશ થાય છે. ઈન્સ્ટાગ્રામ પર તે “thelostyogaboy” તરીકે ઓળખાય છે, અને તેના 4,500થી વધુ ફોલોઅર્સ છે.


પુર્વી જોશી

લંડનમાં રહેતી પુર્વી જોશી “વિન્યાસા, મંડલા, રોકેટ, યીન અને ટ્રોમા આધારિત યોગ” શીખવે છે. 500 કલાકથી વધુ રજિસ્ટર્ડ યોગ, બ્રેથવર્ક અને મેડિટેશન ટીચર છે.
છેલ્લાં પાંચ વર્ષમાં તેમણે લંડન અને અમેરિકાની શાળાઓ સાથે મળીને યોગના અભ્યાસક્રમો તૈયાર કર્યા છે. તે ઇન્સ્ટાગ્રામ પર “puravijoshi” તરીકે મળી શકે છે અને તેના લગભગ 12,500 ફોલોઅર્સ છે.


મીશા પટેલ

મીશા પટેલ લંડનમાં એક યોગ ઇન્સ્ટ્રક્ટર છે. મીશાની વેબસાઇટ અનુસાર, તેનો હેતું દરેક વિદ્યાર્થીની સંપૂર્ણ ક્ષમતા જાગૃત કરવાનો અને એક સલામત વાતાવરણ બનાવવાનો છે.હાલમાં તે 500 કલાક પુરી કરવાની તૈયારીમાં છે. તે ઓનલાઇન અને સ્ટુડિયોમાં યોગ શિખવે છે.તેનું ઈન્સ્ટાગ્રામ યુઝરનેમ _misha.પટેલ છે અને તેના 7,000થી વધુ ફોલોઅર્સ છે.


યશ મોરડિય


દુબઈ સ્થિત ભારતીય યોગ પ્રશિક્ષક યશ મોરડિયાએ અપસાઇડ-ડાઉન સ્કોર્પિયન(વીંછી જેવી મુદ્રા)માં રહેવાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. તેણે 29 મિનિટ અને ચાર સેકન્ડ રહીને ચાર મિનિટ અને 47 સેકન્ડનો અગાઉનો રેકોર્ડ તોડી નાંખ્યો. તે આઠ વર્ષની ઉંમરથી જ યોગાભ્યાસ કરી રહ્યો છે. મોરડિયાએ યોગને સમજવા માટે તત્ત્વજ્ઞાન અને યોગની પ્રાચીન જ્ઞાનનો પણ અભ્યાસ કર્યો છે.ઇન્સ્ટાગ્રામ પર તેનું યુઝરનેમ “yash.yoga” છે અને તેના લગભગ 4,400 ફોલોઅર્સ છે

Your email address will not be published.