શનિવારના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 9 વિકેટે હરાવીને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022માં તેમની પાંચમી જીત મેળવી હતી.
ઓરેન્જ આર્મી રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સથી સામે હારથી તેમના આઈપીએલ અભિયાનની શરૂઆત કરી હતી, પરંતુ તેઓ હવે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયા છે.
બેંગ્લોર સામે, હૈદરાબાદે ટુર્નામેન્ટમાં અત્યાર સુધીનો તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન મૂક્યો હતો. ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કર્યા બાદ હૈદરાબાદે બેંગ્લોરની પારી ફક્ત 68 રનમાં સમેટાવી હતી. બીજી ઓવરમાં માર્કો જાનસેને ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી અને અનુજ રાવતને આઉટ કર્યા પછી આરસીબીના ટોપ-ઓર્ડરને પવેલિયન પરત મોકલી દીધા હતા.
આ સાથે જ આઇપીએલ2022માં વિરાટ કોહલી સતત બીજી વાર ગોલ્ડન ડક નોંધાવીને આઉટ થયો હતો. આ ઉપરાંત ગ્લેન મેક્સવેલ અને સુયશ પ્રભુદેસાઈએ બે આંકડામાં રન તો માર્યા, પરંતુ ટીમ માટે મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયા હતા.
જેન્સેનના જબરદસ્ત સ્પેલ પછી, ડાબા હાથના ઝડપી બોલર ટી. નટરાજને ત્રણ વિકેટ સાથે ઇનિંગ્સ રમી અને હૈદરાબાદને 16.1 ઓવરમાં જ ફક્ત 68 રનમાં બેંગ્લોરને આઉટ કરવામાં મદદ કરી. જ્યારે ડાબોડી સ્પિનર જગદીશા સુચિથે બે, ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિકને એક-એક વિકેટ મળી હતી.
સનરાઇઝર્સ માટે ઓપનિંગમાં કેન વિલિયમસન અને અભિષેક શર્માએ પારીની કમાન સંભાળી હતી. અભિષેક શર્મા 28 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 47 રન બનાવ્યા બાદ આઠમી ઓવરમાં હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો.
ત્યારબાદ રાહુલ ત્રિપાઠીએ પટેલની બોલ પર લેગ સાઇડ પર એક જોરદાર સિક્સ ફટકારીને રમત પૂરી કરી હતી. મેચમાં વિલિયમસને બે ચોગ્ગા સાથે 17 બોલમાં અણનમ 16 રન બનાવ્યા હતા.