ભાજપ કાર્યાલય જવું પડ્યું મોંઘુ, ગોપાલ ઈટાલિયા સહિતના AAP કાર્યકરોને માર મારવામાં આવ્યો

| Updated: May 2, 2022 6:39 pm

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચેનો સંઘર્ષ વૈચારિક બનવાને બદલે હિંસક બની રહ્યો છે. ‘આપ’ ના નેતાઓને સતત બીજા દિવસે માર મારવામાં આવ્યો હતો.

ગાત્રોજ સુરત નગરપાલિકામાં વિરોધ કરી રહેલા AAP ના કાઉન્સિલરો સહિત કાર્યકરોને ગઈકાલે પોલીસ અને માર્શલ દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેમાં મહિલા કાઉન્સિલર કુંદન કોઠિયાનું શર્ટ ફાટી ગયું હતું જ્યારે બે પુરુષ કોર્પોરેટરને ઈજા થઈ હતી, જેના વિરોધમાં ગોપાલ ઇટાલીયાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ સુરત ભાજપના હેડક્વાર્ટર પહોંચ્યા હતાં, જ્યાં ભાજપના કાર્યકરો દ્વારા તેમને જોરદાર માર મારવામાં આવ્યો હતો.

એક કાર્યકરને પાંચ પાંચ લોકો દ્વારા ઘેરી લેવામાં આવ્યા હતાં અને ગોપાલ ઈટાલીયા ને પણ ખુબ માર મારવામાં આવ્યો હતો અને દક્ષિણ ગુજરાત ના પ્રભારી એવા રામ ધડુકને પણ ગંભીર ઈજા પહોચાડવામાં આવી અને લોહીલોહાણ કરવામાં આવ્યા હતાં. આ ઝપાઝપી વખતે અનેક નેતાઓના કપડાં ફાટી જવાની ઘટના પણ સામે આવી છે.

ભાજપના કાર્યકરો દ્વારા ખાલિસ્તાન મુર્દાબાદ અને ભારત માતા કી જયના ​​નારા લગાવવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરો પોતાના હાથમાં સી આર પાટીલના વિરોધના પોસ્ટર સાથે આવ્યા હતાં. આમ આદમી પાર્ટીના કાર્યકરો સુરત કાર્યાલય જવાની જાણ થતાં ની સાથેજ ભાજપે પોલીસ , યુવા મોરચા અને હોદેદારોને બોલાવ્યા હતાં. ત્યાર બાદ પોલીસ દ્વારા કેટલાક કાર્યકરોને કસ્ટડીમાં લેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો પરંતુ કેટલાક કાર્યકરોએ ભાજપ કાર્યાલય તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો, અને ત્યારેજ ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા ‘આપ’ ના કાર્યકર્તાઓ ને માર મારવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું.

શહેર ભાજપા પ્રમુખ નિરંજન ઝાઝ્મેરાએ વઈબસ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે “આમ આદમી પાર્ટી તણાવ પેદા કરવા માંગે છે. અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને ભાજપાના કાર્યલયમાં આવવાની શું જરૂર હતી ? તેઓએ અમારા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. “

આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે, “ગુજરાતની જનતા જોઈ રહી છે કે કેવી રીતે ભાજપના લોકો પોલીસની હાજરીમાં હિંસક હુમલો કરે છે, અમારા કોઈ કાર્યકર્તાએ હાથ ઉપાડ્યો નથી.”

આમ આદમી પાર્ટીનું એક પ્રતિનિધિમંડળ સુરતના પોલીસ કમિશનર અજય તોમરને મળીને ભાજપના કાર્યકરો પર ભારતીય દંડ સંહિતાની કલમ 307, 120B,323,326 લગાડવાની અપીલ કરી રહી છે.

AAP ના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી ને કહ્યું કે “આ ગુંડાઓને તો જુઓ, તેઓ ખુલ્લેઆમ મારપીટ કરી રહ્યા છે અને તેઓએ સમગ્ર દેશમાં ગુંડાગીરી કરી રાખી છે. શું આમ દેશ આગળ વધશે? આ લોકો તમારા બાળકોને ક્યારેય સારું શિક્ષણ, રોજગાર નહીં આપે. કારણ કે તેમની પાસે રાજકારણ રમવા માટે ગુંડાઓ અને લફંગો જોઈએ છે. તમામ દેશભક્ત યુવાનોએ તેમની સામે એકતા સાથે ઉભું થવું પડશે.”

ગુજરાતના જનરલ ઈન્ચાર્જ ગુલાબ સિંહે એક પછી એક ટ્વિટ કરીને ભાજપને ભીંસમાં લીધું, તેમણે લખ્યું કે 2દિવસથી સી આર પાટીલ ના ગુંડાઓ “આપ” ના કાર્યકરોને માર મારી રહ્યા છે. આ ગુંડાઓએ ક્યારેય કોંગ્રેસના લોકોને માર્યા નથી, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે બંને એક જ પક્ષ છે.

“આપ” નો દરેક કાર્યકરને ક્યારેય પણ ગુજરાતની જનતા માટે પોતાનો જીવ આપવો પડશે તો પાછળ હટશે નહીં.

Your email address will not be published.