હાર્દિકના કોંગ્રેસમાંથી રાજીનામાના પગલે જિજ્ઞેશ મેવાણીનો પિત્તો ગયો

| Updated: May 20, 2022 6:17 pm

અમદાવાદઃ હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી ભડાસ કાઢીને રાજીનામુ આપ્યું છે તેના પગલે જિજ્ઞેશ મેવાણીનો પિત્તો હટ્યો છે. મેવાણીએ હાર્દિકના રાજીનામાના બીજા જ દિવસે પત્રકાર પરિષદ બોલાવી હાર્દિક પર આકરા પ્રહારો કર્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરનારા હાર્દિક પટેલ સામે બચાવમાં ઉતરેલો ખેલાડી પાછો કોંગ્રેસી નથી, પણ અપક્ષ છે.

હાર્દિકના પ્રહારોનો જિજ્ઞેશે જેટલી તીવ્રતાથી જવાબ આપ્યો તેવો કોઈ કોંગ્રેસી પણ આપી શક્યો નથી. જિૅજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે હાર્દિકને પક્ષ છોડવો હોય તો ગરિમામાં રહીને છોડવો જોઈતો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે હાર્દિકને ઘણું આપ્યું છે. હાર્દિક સીધા જ રાષ્ટ્રીય નેતૃત્વના સંપર્કમાં રહેતા હતા. ચૂંટણીઓમાં તેમને પક્ષના સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા. પ્રચાર માટે તેમને સ્પેશ્યલ હેલિકોપ્ટર આપવામાં આવ્યું. આમ જે લોકોએ હાર્દિકને પ્રેમ આપ્યો તેને હાર્દિક હવે અપશબ્દો બોલી રહ્યો છે. તેની સાથે તેમણે ઉમેર્યુ હતું કે હાર્દિક પર 32 કેસ ચાલે છે એટલે કે બની શકે છે કે તેમના પર દબાણ હોઈ શકે છે અને રાજદ્રોહના આરોપમાં જેલના સળિયા ગણતા બચવા તેમણે રાજીનામુ આપ્યુ હોઈ શકે છે.

તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ નેતૃત્વએ તેની પરવા કરી નથી તેવું હાર્દિક કહી ન શકે, રાહુલ ગાંધી મારા માટે અડધી રાત્રે ઉઠ્યા છે. હાર્દિક પટેલ બંધારણને સન્માન આપતો હોત તો તેણે કોંગ્રેસ છોડી ન હોત. હાર્દિક ભલે કોંગ્રેસનો સાથ છોડી ગયો પણ પક્ષ એસસી, એસટી, લઘુમતી, ઓબીસીની સાથે છે. તેમનો સાથ લઈ ચૂંટણી લડશે.

જિજ્ઞેશ મેવાણીએ આ સિવાય સરકારને સવાલ કર્યો હતો કે ફક્ત પાટીદારો સામેના જ કેસ કેમ પરત ખેંચાયા. ઉનામાં દલિતો સામેના કેસ હજી પરત નથી લેવાયા. પદ્માવતી ફિલ્મના વિરોધ વખતે થયેલા કેસ હજી પરત નથી લેવાયા. હવે આ જ હાર્દિક આ રીતે કોંગ્રેસની વિરોધમાં બોલે તે કઈ રીતે ચાલે. કોંગ્રેસમાં કોઈ વિઝન જ નથી તેમ કહે છે, જો કોંગ્રેસમાં વિઝન ન હોત તો કોંગ્રેસનો વોટશેર ગુજરાતમાં ક્યારેય 30 ટકાથી નીચે ગયો નથી તે હાર્દિક ન ભૂલે. કોંગ્રેસ પીડિતો અને વંચિતોની છે અને રહેશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં મેફોડ્રોનના જથ્થા સાથે સરખેજમાંથી ડ્રગ્સ પેડલર પકડાયો, 2.85 લાખનો મુદ્દામાલ જપ્ત

Your email address will not be published.