Gujarat: 589 સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં 13 વોકેશનલ કોર્સ શરૂ થશે: જીતુ વાઘાણી

| Updated: August 3, 2022 9:33 am

ગુજરાતમાં (Gujarat) હવે ધો. 10 થી 12 માં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે વ્યવસાયની તાલીમ મળે અને ભવિષ્યમાં સ્વનિર્ભર બની શકે તે હેતુથી રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યની 589 સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત જુદા-જુદા 13 જેટલા વોકેશનલ કોર્સ પસંદ કરી પ્રાયોગિક ધોરણે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં ગુજરાતની (Gujarat) સરકારી અને ગ્રાન્ટેડ વિદ્યાર્થીઓને વોકેશનલ કોર્ષ ભણાવવામાં આવશે. આ કોર્ષ ચાલુ વર્ષથી જ ભણાવવામાં આવશે તેવી રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે.

વોકેશનલ કોર્સમાં કૃષિ, ઓટો સેક્ટર, રેડીમેડ ગાર્મેટ અને ફર્નિચર, બ્યુટી એન્ડ વેલનેસ, ઈલેક્ટ્રોનિક, ફુડ પ્રોસેસિંગ, IT, પ્લમ્બર, રિટેઈલ, સ્પોર્ટ્સ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી અને આરોગ્ય વિષયને દાખલ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓના વ્યવસાયલક્ષી જ્ઞાનમાં વધારો થશે. તેમજ વોકેશનલ સ્કિલની દિશામાં આગળ વધવાની તકો મળી રહેશે.

શિક્ષણ મત્રી જીતુ વાઘાણીએ ટ્વીટર દ્વારા જાહેરાત કરી છે કે, શૈક્ષણિક સત્ર વર્ષ-2022માં સમગ્ર શિક્ષા અતર્ગત રાજ્યની 589 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુદા-જુદા 13 ટ્રેડમાં વોકેશનલ વિષય દાખલ કરવામાં આવેલ છે.

આ પણ વાંચો: Government news: લોકોની સુવિધા વધારવા કેબિનેટમાં લેવાયા આ નિર્ણયો

Your email address will not be published.