કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ જ્યારથી બિગ બોસ 15ના ઘરમાં કપલ બન્યા છે ત્યારથી તેઓ ચર્ચામાં છે. થોડા અઠવાડિયા પહેલા, તેજસ્વીના માતાપિતાની એનિવર્સરી પર, એવી અફવા હતી કે કરણ અને તેજસ્વીની એક નાનકડી રોકા સેરેમની થઈ ગઈ છે.
કરણ કુન્દ્રા ના કપાળ પર તિલક લગાવીને ઘરની બહાર નીકળતી તેજસ્વીની તસવીરો અને વીડિયો પણ વાયરલ થયા હતા.
જ્યારે કરણ કુન્દ્રા ને તેજસ્વી પ્રકાશ સાથે રોકાની અફવાઓ વિશે પૂછવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે તે સમયાંતરે સૂક્ષ્મ સંકેતો આપતો રહે છે પરંતુ તેણે તેનો ઇનકાર કે પુષ્ટિ કરી નથી.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે કરણ કહી રહ્યો છે કે ‘મેં ઘણી વખત ઈશારો આપ્યો છે અને જેઓ બુદ્ધિશાળી છે તેમના માટે માત્ર એક ઈશારો જ પૂરતો છે અને જે લોકો સમજદાર છે તેઓ સમજી જ જશે.’ તેમજ એક વિડિયોમાં તે તેજસ્વીને પત્ની તરીકે બોલાવતો પણ જોવા મળી રહ્યો છે.
ચાહકોએ તેજસ્વીને કરણ કુન્દ્રા ની માતાના કંગન(શગુનના રૂપમાં બંગડી) પહેરેલી જોઈ છે. આ સાથે, જ્યારે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે સોનાના આ કંગન કરણની માતાના છે કે અન્ય કોઈના. પરંતુ જો આ સાચું હોય તો ચાહકો ખુબ જ ખુશ છે કે બંને તેમના સંબંધોને આગળ લઈ જઈ રહ્યા છે.