બિન-વ્યાવસાયિક હેતુ માટે હાથી દત્તક લેવા પર કોઈ પાબંદી નથીઃ કર્ણાટક હાઇકોર્ટ

| Updated: June 14, 2022 7:26 pm

કર્ણાટક હાઈકોર્ટે જણાવ્યું છે કે બિન-વ્યાવસાયિક હેતુઓ માટે ખાનગી માલિકીમાં રાખવા માટે હાથીઓને દત્તક લેવા પર કોઈ પ્રતિબંધ નથી. એમ એસ મુરલી દ્વારા ગુજરાતના જામનગરમાં આવેલા એક મંદિર દ્વારા કર્ણાટકના ચાર હાથીઓને દત્તક લેવાને પડકારતી જાહેર હિતની અરજીની કોર્ટ સુનાવણી કરી રહી હતી.

આ હાથીઓને દત્તક લેનારા રાધે કૃષ્ણ મંદિર કલ્યાણ ટ્રસ્ટે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ ટ્રસ્ટની રચના પ્રાણીઓના કલ્યાણ માટે કરવામાં આવી હતી. હાથીઓની યોગ્ય સારવાર કરવામાં આવી રહી હતી અને મંદિર પરિસરમાં માત્ર ધાર્મિક વિધિઓ માટે જ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ટ્રસ્ટે જણાવ્યું હતું.

હાઇકોર્ટે અરજીને ફગાવી દેતા જણાવ્યું હતું કે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની કલમ 49 હેઠળ જીવંત હાથીઓને વ્યવસાયિક પ્રવૃત્તિઓ સિવાયના હેતુઓ માટે દત્તક લેવા માટે આપી શકાય છે. ટ્રસ્ટ હાથીઓની સંભાળ લે છે અને તેને દત્તક લેવાના અધિકૃત કાગળોની જરૂર ન હતી. હાથીઓને ખાનગી કસ્ટડીમાંથી લઈ લેવા માટે સરકારને આદેશ કરવા સબબની રજૂઆત આ પિટિશનમાં કરવામાં આવી હતી.

Your email address will not be published.