કાશ્મીરમાં નિઃસંતાન દંપતીઓએ સમાજના મેણાં ટોણાં સહન કરવા પડે છે

| Updated: July 4, 2021 11:22 pm

લગભગ એક દાયકા અગાઉના એક શનિવારની સવારની વાત છે, જ્યારે શગુફ્તા જાન અને તેના મિત્રો બારામુલ્લાના પ્રખ્યાત પર્યટક સ્થળ ગુલમર્ગની વિશાળ ખીણોમાં આનંદ માણી રહ્યા હતા. ત્યારબાદ બીએસસીના અંતિમ વર્ષની વિદ્યાર્થીની શગુફ્તા જાને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને તરત લગ્ન કરી લીધા. ત્રણ ભાઈ-બહેનોમાં શગુફ્તા સૌથી મોટી હતી.

31 વર્ષની શગુફ્તા જાને વાઈબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું, “હું એક ખુશખુશાલ, ભાગ્યશાળી છોકરી હતી. મારા માટે એક સપનું સાકાર થવા જેવું હતું.”  પરંતુ તેની બધી ઊર્મિઓ અલ્પજીવી હતી.
શગુફ્તા નિઃસંતાન છે. તે કહે છે મને મારા નિર્ણયથી પસ્તાવો થાય છે. તે કહે છે, “મેં કદી વિચાર્યું પણ નહોતું કે મારી સાથે કચરાપેટીની જેમ વ્યવહાર કરવામાં આવશે.”

તે પૂછે છે, “હું ગર્ભધારણ ન કરી શકું તેમાં મારો શું વાંક છે?” જ્યારે પણ લોકો તેને બાળક વિશે પૂછે છે, ત્યારે તેના પતિ મોહમ્મદ અયૂબ મૌન ધારણ કરી લે છે. અયૂબ કહે છે, “હું જાણે કંઇ સાંભળ્યું ન હોય તેવો ડોળ કરું છું.” લોકોની નિષ્ઠુર ટિપ્પણીઓ સાંભળીને એવું લાગે જાણે આપણે આ ધરતીના રહેવાસી જ નથી.

પોતાના મોબાઈલ ફોનથી રમતાં રમતાં જાન કહે છે, “અમે કોઈ કસર બાકી રાખી નથી, અમે કાશ્મીરના પ્રખ્યાત સ્ત્રીરોગચિકિત્સક પાસે સારવાર માટે તેની મુલાકાત લીધી છે, પરંતુ તે નિરર્થક નીવડ્યું છે.” અયૂબે અંદર પ્રવેશ કર્યો અને કહ્યું , “અમે ઘણા ધાર્મિક સ્થળોએ જઈને દોરાધાગા પણ બાંધ્યા, પરંતુ કોઈ ફાયદો થયો નહીં.”
અયૂબ અને શગુફ્તાની જેમ કાશ્મીરના અન્ય નિઃસંતાન  દંપતીઓ સાથે પણ ઉદાસીનતાપૂર્વક વર્તન કરવામાં આવે છે અને તેમને નીચું જોવા પણું થાય તેવો વ્યવહાર થાય છે.
“અમે કોઈના લગ્ન કે શોકના પ્રસંગે પણ જતા નથી.”  તેઓ કહે છે, લોકો મને વાંઝણી કહીને મેણાં મારે છે.
શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ  મેડિકલ સાયન્સ (એસકેઆઈએમએસ) અહીંની પ્રીમિયર હોસ્પિટલ છે. તેના અભ્યાસના તારણો પ્રમાણે કાશ્મીરની 15% મહિલાઓને પીસીઓએસ હોવાનું નિદાન થયું છે, જેનું કારણ છે અયોગ્ય જીવનશૈલી, તાણ, આંતરસ્ત્રાવીય અસંતુલન અને મોડેથી થતા લગ્ન. આ સંખ્યા ઝડપથી વધી રહી છે.

ખીણના પ્રખ્યાત મનોચિકિત્સક ડૉ. મુસ્તાક માર્ગુબના સંશોધન મુજબ, કાશ્મીરની 7.35% વસ્તી પીટીએસડી (પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર) દ્વારા અસરગ્રસ્ત છે જે ચિંતાનું કારણ બને છે અને તે વંધ્યત્વ તરફ દોરી શકે છે.
માનસિક આરોગ્યના સલાહકાર ડો.આરીફ ખાન કહે છે કે પાછલા ત્રણ દાયકાના ઉથલપાથલને કારણે મહિલાઓ સીધી જ રીતે આનો ભોગ બની છે. “આ બાબતોએ તેમના પ્રજનન સ્વાસ્થ્યને અસર કરી છે.”

એક સ્થાનિક મૌલવી મુફ્તી ઝહુર કાસમીએ જણાવ્યું કે, મુસ્લિમ બહુમતી ધરાવતા ક્ષેત્રમાં દત્તક લેવા વિશે ઘણા પ્રશ્નો ઉભા થાય છે. પરંતુ ઇસ્લામિક કાયદા મુજબ, દંપતી બાળકોને ખરીદી શકતા નથી, અને તેઓનો ઉછેર કરી શકતા નથી. તે મોટું પાપ ગણાય છે.”

કાસમીએ સ્પષ્ટ કહ્યું કે ઝૈદ બિન સાબિતને પયગંબર મોહમ્મદ સાહેબ દ્વારા થોડો સમય દત્તક લેવામાં આવ્યા હતા, કારણ કે તે સમયે તેમને માતા-પિતાની સારસંભાળની જરૂર હતી.
“જો કોઈ પોતાના બાળકને ઉછેર માટે આપવા તૈયાર હોય, તો તે સારું છે. પરંતુ બાળક ખરીદવું એ બાળકની હેરાફેરીનો ગુનો બને છે અને તે ઇસ્લામ ધર્મની વિરુદ્ધ છે.”

જોકે, કાશ્મીરમાં સમાજશાસ્ત્રીઓનો અભિપ્રાય છે કે, જે દંપતીઓ પોતાનું બાળક પેદા નથી કરી શકતા તેઓ બાળકને દત્તક લેવાનું કુદરતી વલણ ધરાવે છે.
“બાળકને દત્તક લેવામાં કંઇ ખોટું નથી. નિઃસંતાન હોવાના કલંક સાથે કોઈ મરવા નથી માંગતું.”
કાશ્મીરમાં જાણીતા સમાજશાસ્ત્રી ડો. બશીર અહમદ દાબલાએ પોતાના એક સંશોધનમાં લખ્યું છે કે આ બધાની સામાજિક અસરોના કારણે નિઃસંતાન મહિલાઓની ઉંઘ હરામ થઈ જાય છે.

Your email address will not be published.