કેજરીવાલનું નિશાન સૌરાષ્ટ્ર: 7 દિવસમાં કાલે બીજી વખત રાજકોટના પ્રવાસે આવશે

| Updated: July 31, 2022 4:35 pm

અરવિંદ કેજરીવાલ આવતીકાલે ફરી એકવાર સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. પાંચ દિવસ પહેલા વેપારીઓ સાથે મીટિંગ થઈ હતી ત્યારે સાતમાં દિવસે ફરી તેઓ રાજકોટ આવી રહ્યા છે. કાલે સોમવારે રાજકોટની સંજયભાઈ રાજ્યગુરૂ કોલેજના કેમ્પસમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 25 ફૂટની રૂદ્રાશના શિવલિંગની સંધ્યા આરતી અરવિંદ કેજરીવાલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સાથે કરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી હોય ત્યારે રાજકારણના એપી સેન્ટર સૌરાષ્ટ્ર-રાજકોટને કેજરીવાલ નિશાન બનાવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે સોમવારના રોજ રાજકોટ આવી રહ્યા છે. રાજકોટની સંજયભાઈ રાજ્યગુરૂ કોલેજના કેમ્પસમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 25 ફૂટની રૂદ્રાશના શિવલિંગની સંધ્યા આરતી અરવિંદ કેજરીવાલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સાથે કરશે. ત્યાર બાદે સાંજે તેઓ પાછા દિલ્હી જવા રવાના થશે.

ઉલ્લેખનીય છે કે, કાલે સોમવારે અરવિંદ કેજરીવાલ પહેલા ગીર સોમનાથ જશે. અહીં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. બાદમાં ગીરસોમનાથથી રાજકોટ આવવા રવાના થશે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલના સૌરાષ્ટ્રમાં આંટાફેરા વધી રહ્યા છે.

કેજરીવાલ હજી તો પાંચ દિવસ પહેલા જ રાજકોટ આવ્યા હતા. ત્યાપે ટાઉન હોલ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના 500થી વધુ હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. અહીં તેમણે GST પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકારે વેપારીઓને ડરાવી રાખ્યા છે. આ સરકારે દૂધ, દહીં, છાશ પર GST લગાવ્યો, હવે તો હવા પર પણ GST વસૂલે તો નવાઈ નહીં!

Your email address will not be published.