કેજરીવાલ નજર રાષ્ટ્રીય સ્તરે ચમકવા પરઃ પણ ગુજરાતની વાસ્તવિકતાથી સાવ અજાણ

| Updated: April 28, 2022 3:20 pm

જાનવી સોનૈયા

આમ આદમી પાર્ટી (આપ)એ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર વિજય મેળવ્યા પછી તેના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તેમના પક્ષ અને તેની સાથે-સાથે ભાજપ અંગે દેશવ્યાપી જનમત શરૂ કરી દીધો છે. પરંતુ પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે આ જ જનમત વડાપ્રધાન નરેન્દ્દ્ર મોદીના વતન ગુજરાતમાં કરવામાં આવ્યો તો ગુજરાતમાં નવા સ્થપાયેલા આપના એકમના નેતાઓ અંગે તથા પક્ષ અંગે વિપરીત પ્રતિભાવો મળ્યા છે.

સૂત્રોએ દાવો કર્યો હતો કે ટીમ કેજરીવાલે તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી અને ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણી અંગે વ્યૂહરચનાઓ ઘડવાનો અને ગેમ પ્લાન તૈયાર કરવા માટે વિચારવિમર્શ કર્યો ત્યારે આ વાત ઉભરીને આવી હતી. સૌપ્રથમ પડકાર તો ભાજપ અને કોંગ્રેસનો સામનો કરવા માટેના સુગઠિત અને સંકલિત પ્રયત્નોના અભાવ છે.

આ પ્રકારની ચર્ચાઓ અંગે જાણકારી ધરાવતા આપના સભ્યએ જણાવ્યું હતું કે દરેક જણ દરેક બાબત કરી શકે છે. કોઈપણ પ્રકારના પ્રસ્થાપિત નિયમો કે માર્ગદર્શનનો અભાવ છે અને આ જ બાબત અમને પ્રોજેક્ટ કરવામાં મોટો અવરોધ છે. નામ ન આપવાની શરતે તેણે વાઇબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે તેમની આગામી અગ્રતા તો પક્ષની અંદર સર્વસામાન્ય ધ્યેયો ધરાવતા લોકોની ટીમ બનાવવાની છે.

પક્ષને અહીં વધારે સંકલિત પ્રયત્નોની અને મુદ્દાઓને સુગઠિત પ્રતિસાદ આપવાની જરૂર છે. પણ તેની સાથે-સાથે પત્રકારમાંથી રાજકારણી બનેલા પ્રત્યે પક્ષમાં અસંતોષ છે. તેનું કારણ એ છે કે તે વ્યક્તિ પક્ષના સર્વસામાન્ય ધ્યેયો અને વ્યૂહરચનાઓને અનુસરવાના બદલે તેના સિંગલ માઇન્ડેડ એજન્ડાને લઈને જ આગળ વધે છે. તે પોતાનું જ વાજુ વગાડે જાય છે. ન્યૂઝ બ્રેક કરવા અને પ્રસારિત કરવા પક્ષનું પોતાનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ છે. પણ તે પોતાના પર્સનલ વોટ્સએપ પર ગ્રુપમાં પોતાના જ ચિત્રો અને અપડેટ્સ મોકલે છે. તે ભૂલી જાય છે કે તે પોતે વરિષ્જઠ રાજકારણી છે. તેણે ટીમના સિનિયર લીડર તરીકે તેની પ્રતિષ્ઠા જાળવવાની છે, એમ પક્ષના અન્ય સભ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

દિલ્હી ટીમના સભ્યના જણાવ્યા મુજબ વરિષ્ઠ વિધાનસભ્ય આતિશી માર્લેના કેજરીવાલને અને તેમની ટીમને પૂછ્યા વગર ટ્વીટ સુદ્ધા કરતા નથી તો ત્યારે આ નવાસવા રાજકારણી કોઈપણ પ્રોટોકોલને માનતા નથી. તેમને તેમના વ્યક્તિગત પીઆર માટે તેમણે રચેલું જૂથ ડીલીટ કરવા આદેશ અપાઈ ગયા છે.

પક્ષના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે આ વ્યક્તિની બીજી તકલીફ એ છે કે તે ક્યારેય કોઈપણ પ્રકારનો ઇન્ટરવ્યુ આપતા પહેલા પ્રવક્તાઓની સાથે સલાહમસલત કરતા નથી. તેના લીધે પક્ષે ઘણી વખત ગંભીર સ્થિતિમાં મૂકાવવું પડે છે. પ્રોટોકોલ અને સંગઠનાત્મક ચેઇન આપણે નક્કી કરવાની હશે, નેતાઓ પાસેથી આપણે બધા પ્રકારની આશા રાખી ન શકીએ.

પક્ષની બીજી સૌથી મોટી મુશ્કેલી પ્રવક્તાઓના સાતત્યનો અભાવ છે. અમે હવે તે બાબતનો સામનો કરી રહ્યા છીએ કે જ્યારે પણ કોઈ પ્રવક્તા કે મોટો નેતા પક્ષ છોડી જવા માંગતો હોય તો તે જતાં પહેલા પક્ષની બદબોઈ કરીને જાય છે. ભૂતકાળમાં આવા ચાર ઉમેદવારો પક્ષ છોડીને ગયા છે અને તેના લીધે અમારું પોઝિશનિંગ અને આંતરિક મેનેજમેન્ટ હચમચી જાય છે.

Your email address will not be published.