ગાંધીનગરની મહિલા તબીબ પર કેશોદના પરણિત શખ્સે દુષ્કર્મ ગુજાર્યું

| Updated: January 24, 2022 9:44 pm

ગાંધીનગરમાં ફરજ બજાવતી (female doctor) મહિલા ડોક્ટરને લગ્નની લાલચ આપી કેશોદનાં પરણિત શખ્સે અનેક વખત શારીરીક સુખ માણીને ‘તું નીચી જાતિની છે હું પટેલ જાતિનો છું’ કહીને જાતિ વિષયક અપશબ્દો બોલીને તરછોડી દીધાની ફરિયાદ પોલીસ ચોંપડે નોધાઇ છે.

વિગતો એવી છે કે ગાંધીનગરના પીએચસી સેન્ટરમાં છેલ્લાં બે વર્ષથી મેડિકલ ઓફિસર (female doctor) તરીકે ભાવના (નામ બદલેલ છે) ફરજ બજાવે છે.તેમના વર્ષ 2019માં છૂટાછેડા થઈ ચૂક્યા હતા જેથી તે ગાંધીનગરમાં ભાડાના મકાનમાં રહે છે. સાતેક મહિના અગાઉ મહિલા ડોક્ટરના ફેસબુક એકાઉન્ટ પર સંદીપ પટેલ નામનાં શખ્સની ફ્રેન્ડ રીકવેસ્ટ આવતાં મહિલા તબીબે સ્વીકારી લીધી હતી. બાદમાં બન્ને વચ્ચે મેસેજની આપલે અને મોબાઇલ પર વાતચીત શરૂ થઇ હતી. બાદમાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધો થયા હતા.

બાદમાં મહિલા તબીબે (female doctor) પોતાના છૂટાછેડા થયાની વાત કરતા સંદીપ ગોરધનભાઈ ગજેરાએ પોતાની પત્નીને છુટાછેડા આપીને તેની સાથે લગ્ન કરશે તેવી બાંહેધરી આપી હતી. દરમ્યાનમાં 29 મી જુલાઈ 2021 ના રોજ સંદીપ અચાનક ગાંધીનગર આવી પહોંચ્યો હતો અને લગ્ન કરવાની બાંહેધરી આપી મહિલા તબીબ સાથે શારીરિક સંબંધ બાંધે છે.

આ પણ વાંચો – પટેલ પરિવાર કેનેડામાં ગુમ થવાની ઘટનાઃ 3 દેશની ટોપ એજન્સીઓની તપાસ શરૂ

દરમ્યાનમાં (female doctor) મહિલા તબીબને પોરબંદર લઇ જઇને પણ શરીરશુખ માણ્યું હતું. ઘણો સમય વીતી જતાં તબીબે પ્રેમી સંદીપને કહ્યું હતું કે બહુ થયું હવે ક્યારે તારી પત્નીને છૂટાછેડા આપીશ તેવો પ્રશ્ન કરતાં બન્ને વચ્ચે ઉગ્ર ઝગડો થયો હતો. એટલે 24 મી ડિસેમ્બર 2021 ના રોજ સંદીપ પાછો ગાંધીનગર આવ્યો હતો અને થોડોક સમય આપ એમ ગોળગોળ વાતો કરીને કુસુમ સાથે ફરીવાર શારીરિક સુખ માણી પાંચ દિવસ પછી પાછો જતો રહ્યો હતો.

ત્યારબાદથી તે (female doctor) મહિલા તબીબ સાથે સરખી રીતે વાતચીત કરતો ન હતો અને છેલ્લે તો સંદીપે કુસુમનાં ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. આખરે 22 મી જાન્યુઆરી 2022 ના રોજ સંદીપ પટેલે પોત પ્રકાશી કુસુમને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવાયું હતું કે તું નીચી જાતિની છે અને હું પટેલ જ્ઞાાતિનો છું. તારી સાથે લગ્ન કરવાનો નથી કહીને જાતિ વિષયક અપમાનિત વહેણ પણ બોલી જાન થી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આખરે આ અંગે મહિલા તબીબે ગાંધીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

Your email address will not be published.