બિગ બોસ 15 પછી, બધાની નજર ખતરોં કે ખિલાડી 12 પર છે. પ્રતિક સહજપાલ, ઉમર રિયાઝ અને સિમ્બા નાગપાલ આ શોનો ભાગ હોવાની અફવા છે. ત્યારે હવે વધુ એક નામ સામે આવી રહ્યું છે. એવું લાગે છે કે બિગ બોસ 15 સ્પર્ધકોને ખતરોં કે ખિલાડી 12 માં મોટી સંખ્યામાં લાવવામાં આવશે. બે વર્ષથી આ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
એક સૂત્રએ માહિતી આપી હતી કે ખતરોં કે ખિલાડી 12 માટે બિગ બોસ 15 માંથી એક સભ્યની પુષ્ટિ કરવામાં આવી છે. તે બીજું કોઈ નહીં પણ રાજીવ અડતિયા છે. બિગ બોસ 15માં તે મનોરંજનનું એક પેકેજ હતું અને તેના કારણે તેને પ્લમ પ્રોજેક્ટ મળ્યો હતો.
રોહિત શેટ્ટી શોમાં હોસ્ટ તરીકે પુનરાગમન કરશે. અફવાઓ મુજબ, ખતરોં કે ખિલાડી 12 માટે રૂબીના દિલાઈક અને દીપિકા કકરનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. આ બંને મહિલાઓ ખૂબ જ લોકપ્રિય છે. વધુમાં, તેઓ ચેનલ સાથે લાંબા સમયથી સંકળાયેલા છે. રાજીવ અડતિયા કે જેઓ એક આંત્રપ્રિન્યોર કમ લાઈફ કોચ છે તે ઘણા બોલિવૂડ સેલેબ્સ માટે જાણીતા છે. તે નીતુ કપૂર, શિલ્પા શેટ્ટી, રિતિક રોશન અને અન્ય ઘણા લોકોની નજીક છે. અભિનેતાની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “રાજીવ અડતીયા પણ આ શો કરી રહ્યા છે. કેટલાક દિવસોથી મેકર્સ સાથે વાતચીત ચાલી રહી હતી. આખરે તેણે તેની મંજૂરી આપી દીધી છે.”
બિગ બોસ 15ની સીઝન શોના ઈતિહાસમાં સૌથી ઓછું પ્રદર્શન કરતી સીઝન હતી. બહુચર્ચિત વીકેન્ડ કા વારની ટીઆરપી પણ જરાય સારી નહોતી. પરંતુ મેકર્સ અહીંથી સ્પર્ધકોને રિપીટ કરવા આતુર છે. બિગ બોસ 15માં રાજીવ અડતિયા એકદમ મક્કમ હતો. ત્યારે આ શોમાં તે કેવું પર્ફોર્મ કરે છે તે જોવું રહ્યું.