21 જાન્યુઆરીએ ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ સોશિયલ મીડિયા માધ્યમથી યોજાશે: નરેશ પટેલ

| Updated: January 8, 2022 1:35 pm

  • પાટોત્સવમાં VIP લોકોને આમંત્રણ નહીં
  • 20 લાખ લોકોને એકઠા કરવાની અપેક્ષા હતી: નરેશ પટેલ
  • કોરોના ગાઈડલાઈન પ્રમાણે કાર્યક્રમનું આયોજન કરાશે

રાજયમાં ચાલી રહેલ કોરોના મહામારીને લઈ નરેશ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેઓએ પાટોત્સવમાં લોકોને ભેગા કરવા કે નહીં તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, પાટોત્સવને લઇને 80 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. અને, કાર્યક્રમમાં 25થી 30 લાખ લોકોના આગમનનું આયોજન હતું. પરતું આજની પરિસ્થિતિને જોતા આ કાર્યક્રમમાં ફેરફાર કરી દેવામાં આવ્યા છે. પાટોત્સવમાં હવે ગણતરીના લોકોને જ ભેગા કરી મહાયજ્ઞ અને મહાઆરતી કરાશે. જયારે સમાજના લોકોએ ઓનલાઈન માધ્યમથી આ કાર્યક્રમમનો લાભ લઈ શકશે.

નરેશ પટેલે આ અંગે વધુમાં જણાવ્યું કે, ખોડલધામ પાટોત્સવમાં મોટી સંખ્યમાં લોકોને એકઠા કરી મહાસભા સંબોધવાની હતી. જો કે, હાલ રાજયમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જ જોવા મળી રહ્યા છે, જેને ધ્યાનમાં લઈ આ મહાસભામાં હાલ 400 લોકોની જ હાજરીમાં કરવામાં આવશે. જયારે રાજયમાં કોરોનાના કેસમાં ઘટાડો થશે અને પરિસ્થતિ સામાન્ય થશે ત્યારે મહાસભાનું આયોજન કરવામાં આવશે. 21 જાન્યુઆરીના રોજ ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પાંચ વર્ષ પુરા થશે. તે માટે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ મોટા ભાગની તૈયારી પણ પુરી કરી દેવામાં આવી છે અને લાખોની સંખ્યામાં લોકો હાજરી આપશે તેવી શક્યતા હતી. પરતું ફરી એકવાર કોરોના મહામારી સામે આવી છે જેના કારણે આ કાર્યક્રમમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ લોકોને ભેગા કરવામાં આવશે.

નરેશ પટેલ સાથે રાજકારણની વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે, આગામી સમયમાં સમાજની લાગણી હશે તો રાજકારણમાં જોડાઇશ, 4 મહિનાના પ્રવાસમાં અનેક લોકોએ મને રાજકારણમાં જોડાવવા માટે આગ્રહ કર્યો હતો. મહાસભામાં હું રાજનીતિમાં પ્રવેશ કરીશ કે નહીં એ અત્યારે કહી શકાય એમ નથી.

નરેશ પટેલે મહાયજ્ઞ વિશે જણાવ્યું હતું કે પહેલાં 108 કુંડી યજ્ઞનું આયોજન હતું, પરંતુ હવે એક જ હવનકુંડ દ્વારા મહાયજ્ઞ યોજાશે. મહાયજ્ઞ, મહાઆરતી અને સમાજ જોગ સંદેશ નિહાળવા માટે રાજ્યનાં અલગ અલગ સ્થળો પર મોટી સ્ક્રીન મૂકવામાં આવશે. અહીં પણ 400 લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય એ મુજબ એકઠા કરવામાં આવશે. કોવિડ ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે.

Your email address will not be published. Required fields are marked *